Get News Alerts

Never miss breaking news updates.

Vijayadashamiએ CM યોગી આદિત્યનાથે ગુરુ ગોરખનાથની પૂજા કરી, ગૌપૂજન કરીને લોકકલ્યાણની કામના કરી

Vijayadashami: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિજયાદશમીના પાવન પર્વે ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિરમાં મહાયોગી ગુરુ ગોરખનાથની વિધિવત્ પૂજા-અર્ચના કરી હતી.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 20 Oct 2026 02:24 PM IST
Vijayadashamiએ CM યોગી આદિત્યનાથે ગુરુ ગોરખનાથની પૂજા કરી, ગૌપૂજન કરીને લોકકલ્યાણની કામના કરીVijayadashamiએ CM યોગી આદિત્યનાથે ગુરુ ગોરખનાથની પૂજા કરી, ગૌપૂજન કરીને લોકકલ્યાણની કામના કરી

Vijayadasham

Vijayadashami: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિજયાદશમીના પાવન પર્વે ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિરમાં મહાયોગી ગુરુ ગોરખનાથની વિધિવત્ પૂજા-અર્ચના કરી હતી. ગોરક્ષપીઠાધીશ્વર તરીકે તેમણે પીઠની પરંપરાઓનું પાલન કરતાં સમગ્ર સૃષ્ટિના કલ્યાણ તેમજ રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

બે કલાકથી વધુ સમય સુધી ચાલ્યું વિશેષ અનુષ્ઠાન

ગોરક્ષપીઠમાં વિજયાદશમી નિમિત્તે બે કલાકથી વધુ સમય સુધી વિશેષ પૂજન-અનુષ્ઠાન યોજાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર, શંખ, ડમરુ, ઘંટ અને તુરીના નાદથી મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. અનુષ્ઠાનની શરૂઆત મંદિરના શક્તિપીઠમાં થઈ હતી, જ્યાં શારદીય નવરાત્રિની પ્રતિપદાથી જગતજનની આદ્યશક્તિની આરાધના ચાલી રહી હતી.

ત્યારબાદ યોગી આદિત્યનાથ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે નાથપંથની પરંપરા મુજબ ગુરુ ગોરખનાથનું વિશેષ પૂજન કર્યું હતું. આ દરમિયાન શક્તિપીઠની વેદી પર ઉગાડવામાં આવેલા જવારા પણ અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આરતી ઉતારી અને ચંવર ઢાળીને શ્રદ્ધાભાવથી સેવા કરી હતી.

સંતોની સમાધિઓ પર નતમસ્તક થયા

ગુરુ ગોરખનાથની આરાધના બાદ મુખ્યમંત્રીએ મંદિરમાં સ્થાપિત અખંડ જ્યોતિ, વિવિધ દેવ પ્રતિમાઓ, અખંડ ધૂણા, યજ્ઞશાળા અને ભીમ સરોવરનું પણ પૂજન કર્યું હતું.

અનુષ્ઠાન દરમિયાન તેઓ પોતાના ગુરુ બ્રહ્મલીન મહંત અવૈદ્યનાથ, દાદાગુરુ બ્રહ્મલીન મહંત દિગ્વિજયનાથ અને યોગિરાજ બાબા ગંભીરનાથ સહિત નાથપંથના અન્ય સંતોની સમાધિઓ પર પહોંચ્યા હતા. તેમણે સંતોને નમન કરી વિધિવત્ પૂજન કર્યું હતું.

ગૌપૂજન કરીને ગૌસેવા કરી

વિજયાદશમીના વિશેષ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરની ગૌશાળામાં ગૌપૂજન કર્યું હતું. તેમણે ગાયોને ગોળ ખવડાવ્યો અને ગૌવંશને વહાલ કરીને ગૌસેવા કરી હતી. ત્યારબાદ ભીમ સરોવરમાં રહેલી માછલીઓને પણ લાઈ ખવડાવી હતી.

ગોરખનાથ મંદિરમાં પરંપરાગત વાદ્યો, વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ વચ્ચે વિજયાદશમીનો પર્વ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે યોગી આદિત્યનાથે રાજ્યના નાગરિકોના સુખમય, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવનની કામના કરી હતી.

આ પણ વાંચો : Harsh Sanghaviની જાપાનની નિપ્પોન સ્ટીલ સાથે બેઠક, ગુજરાતમાં સ્ટીલ ઉત્પાદન વધારવાની તકો પર ચર્ચા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.