Netherlands Foreign Minister: દિલ્હી પહોંચ્યા નેધરલેન્ડના વિદેશમંત્રી, એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય સહયોગ અંગે થશે ચર્ચા


નેધરલેન્ડના વિદેશમંત્રી ભારતના પ્રવાસે
Netherlands Foreign Minister: દિલ્હી પહોંચ્યા નેધરલેન્ડના વિદેશમંત્રી, એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય સહયોગ અંગે થશે ચર્ચા


નેધરલેન્ડના વિદેશમંત્રી ભારતના પ્રવાસે
Netherlands Foreign Minister: નેધરલેન્ડના વિદેશમંત્રી ટોમ બેન્ડરસન રવિવારે ભારતની રાજધાની દિલ્હીમાં પહોંચ્યા છે. તેઓ 22 અને 23 નવેમ્બર દરમિયાન ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વિદેશમંત્રીઓની પ્રથમ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. બેઠકમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થવાની સંભાવના છે.
પાંચ વર્ષ માટે વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ અપનાવવામાં આવ્યો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને નેધરલેન્ડના વિદેશમંત્રીના ભારત આગમનની માહિતી આપી હતી. આ બેઠક બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહયોગને નવી દિશા આપશે. આ વર્ષે મે મહિનામાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરવા સંમતિ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટન વચ્ચે ૧૬ મેના રોજ હેગમાં થયેલી બેઠક દરમિયાન 2026થી 2030 સુધીના પાંચ વર્ષ માટે વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ અપનાવવામાં આવ્યો હતો.
સંશોધન ક્ષેત્રે ભાગીદારી વધારવાની પણ યોજના
આ રોડમેપ હેઠળ વેપાર, રોકાણ, નવીનીકરણીય ઊર્જા, કૃષિ, જળ વ્યવસ્થાપન, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા, ક્વોન્ટમ ટેક્નોલોજી અને સંશોધન ક્ષેત્રે ભાગીદારી વધારવાની પણ યોજના છે.
બંને દેશો વચ્ચે તાજેતરના સમયમાં આર્થિક અને સંરક્ષણ સહયોગને લઈને પણ ચર્ચાઓ વધી છે. ભારત અને નેધરલેન્ડના રાજદ્વારી સંબંધો 1947માં સ્થાપિત થયા હતા. બંને દેશો વચ્ચે વિદેશમંત્રીઓની વાર્ષિક બેઠક દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.




