Get News Alerts

Never miss breaking news updates.

Yami Gautam: યામી ગૌતમની ‘નઈ નવેલી’નું ટીઝર લોન્ચ, હોરર સાથે કોમેડીનો જબરદસ્ત તડકો; 16 ઓક્ટોબરે થશે રિલીઝ

Yami Gautam: અભિનેત્રી યામી ગૌતમ ધરની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘નઈ નવેલી’નું ટીઝર ગુરુવારે મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ડર, કોમેડી, ફેન્ટસી અને પારિવારિક લાગણીઓનું અનોખું મિશ્રણ જોવા મળશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 10 Sep 2026 02:27 PM IST
Yami Gautam: યામી ગૌતમની ‘નઈ નવેલી’નું ટીઝર લોન્ચ, હોરર સાથે કોમેડીનો જબરદસ્ત તડકો; 16 ઓક્ટોબરે થશે રિલીઝYami Gautam: યામી ગૌતમની ‘નઈ નવેલી’નું ટીઝર લોન્ચ, હોરર સાથે કોમેડીનો જબરદસ્ત તડકો; 16 ઓક્ટોબરે થશે રિલીઝ

Yami Gautam

Yami Gautam: અભિનેત્રી યામી ગૌતમ ધરની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘નઈ નવેલી’નું ટીઝર ગુરુવારે મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ડર, કોમેડી, ફેન્ટસી અને પારિવારિક લાગણીઓનું અનોખું મિશ્રણ જોવા મળશે. 1 મિનિટ 31 સેકન્ડના ટીઝરમાં એક સામાન્ય પરિવારના ઘરમાં નવી વહુના આગમન બાદ સર્જાતી વિચિત્ર અને રમૂજી પરિસ્થિતિઓની ઝલક જોવા મળે છે.

નવી વહુએ જીત્યું પરિવારનું દિલ, દેવરને થયો શંકા

ટીઝરની શરૂઆત એક સામાન્ય પરિવારમાં નવી નવેલી દુલ્હન તરીકે યામી ગૌતમના આગમનથી થાય છે. યામીનું પાત્ર પોતાની સમજદારી અને પ્રેમથી પરિવારના દરેક સભ્યનું દિલ જીતી લે છે. જોકે, તેનો દેવર તેની આટલી ‘પરફેક્ટ’ છબીથી શંકામાં આવી જાય છે અને ભાભી પર ડાયન હોવાનો ગંભીર આરોપ લગાવે છે. અહીંથી ફિલ્મની વાર્તામાં હોરર સાથે કોમેડીનો તડકો જોવા મળે છે.

‘બે ડાયન, ત્રણ પિશાચ અને ચાર ભૂત...’

ટીઝરમાં યામી ગૌતમનું એક ડાયલોગ ખાસ ધ્યાન ખેંચે છે. તેઓ કહે છે, “બે ડાયન, ત્રણ પિશાચ અને ચાર ભૂતને હું સવારે નાસ્તામાં ખાઈ જાઉં છું.” આ ડાયલોગ ફિલ્મના હોરર અને કોમેડી બંને અંદાજની ઝલક આપે છે. મેકર્સે સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતાં લખ્યું કે, “દેવીઓ અને સજ્જનો, મોહિની તરફથી એક લિટલ રિક્વેસ્ટ.”

મેરઠના પરિવારમાં શરૂ થાય છે રહસ્ય

ફિલ્મની વાર્તા એક એવી દુલ્હનની આસપાસ ફરે છે, જે બહારથી એકદમ આદર્શ અને પરફેક્ટ લાગે છે. તે મેરઠના એવા પરિવારમાં પહોંચે છે જ્યાં પહેલેથી જ અનેક સમસ્યાઓ અને ઉથલપાથલ ચાલી રહી છે. પોતાના પ્રેમ અને સમજદારીથી તે પરિવારના સભ્યો વચ્ચે ખુશીઓ લાવવાનો પ્રયાસ કરે છે અને ધીમે ધીમે ઘરમાં ફરીથી ખુશીનો માહોલ સર્જાય છે.

કોમેડી, હોરર અને ફેન્ટસીનું કોમ્બિનેશન

પરિવારમાં બધું સારું થવા લાગે છે ત્યારે દુલ્હનના દેવરને પોતાની ભાભી પર શંકા થવા લાગે છે. તેને લાગે છે કે આટલી સારી અને પરફેક્ટ ભાભી પાછળ ચોક્કસ કોઈ રહસ્ય છુપાયેલું છે. શું તે ખરેખર ડાયન છે? આ સવાલ જ ફિલ્મની વાર્તાને રહસ્ય, હોરર અને કોમેડી સાથે આગળ વધારે છે.

આનંદ એલ. રાય અને હિમાંશુ શર્માએ કર્યું નિર્માણ

‘નઈ નવેલી’નું દિગ્દર્શન બાલાજી મોહને કર્યું છે. ફિલ્મનું નિર્માણ આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા દ્વારા કલર યેલો પ્રોડક્શન અને એમેઝોન MGM સ્ટુડિયોઝના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ હિમાંશુ શર્મા અને દિવ્ય નિધિ શર્માએ લખી છે, જ્યારે સંગીત જાણીતા સંગીતકાર જી. વી. પ્રકાશ કુમારે આપ્યું છે.

દશેરાના અવસર પર 16 ઓક્ટોબરે થશે રિલીઝ

ફિલ્મમાં યામી ગૌતમ ધર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હોરર, કોમેડી, ફેન્ટસી અને પારિવારિક લાગણીઓના મિશ્રણ સાથે બનેલી આ ફિલ્મ 16 ઓક્ટોબર, 2026ના રોજ દશેરાના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : Health Tips: વારંવાર શરીરમાં અકળામણ અને જકડાશ થાય છે? ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો, મસલ્સને મળશે સપોર્ટ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.