Get News Alerts

Never miss breaking news updates.

Tiger Shroff firing case: ફાયરિંગ પહેલાં ફૂટબોલ ગ્રાઉન્ડની રેકી કરી હતી? રેપિડોએ આરોપી અંગે આપી સ્પષ્ટતા

Tiger Shroff firing case: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં તપાસ દરમિયાન નવી વિગતો સામે આવી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 20 Oct 2026 09:16 AM IST
Tiger Shroff firing case: ફાયરિંગ પહેલાં ફૂટબોલ ગ્રાઉન્ડની રેકી કરી હતી? રેપિડોએ આરોપી અંગે આપી સ્પષ્ટતાTiger Shroff firing case: ફાયરિંગ પહેલાં ફૂટબોલ ગ્રાઉન્ડની રેકી કરી હતી? રેપિડોએ આરોપી અંગે આપી સ્પષ્ટતા

Tiger Shroff firing case

Tiger Shroff firing case: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં તપાસ દરમિયાન નવી વિગતો સામે આવી છે. પોલીસ તપાસ સાથે જોડાયેલી માહિતી અનુસાર, હુમલા પહેલાં આરોપીઓએ ટાઇગર શ્રોફ જે ફૂટબોલ ગ્રાઉન્ડ પર જતા હતા ત્યાં જઈને રેકી કરી હતી. બીજી તરફ, આ કેસના એક આરોપીનો રેપિડો સાથે સંબંધ હોવાની વાત સામે આવ્યા બાદ કંપનીએ પણ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી છે.

ફાયરિંગ પહેલાં ફૂટબોલ ગ્રાઉન્ડની રેકી કરી હોવાનો દાવો

અહેવાલો અનુસાર, આરોપીઓએ ફાયરિંગની ઘટના પહેલાંના રવિવારે ફૂટબોલ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. તેમનો હેતુ ટાઇગર શ્રોફ તે દિવસે ગ્રાઉન્ડ પર આવશે કે નહીં તેની માહિતી મેળવવાનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ હવે હુમલા પહેલાં આરોપીઓની હિલચાલ અને અભિનેતાની અવરજવર પર નજર રાખવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરી રહી છે.

મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કારને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, ઘટનામાં અભિનેતાના ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી, જ્યારે ટાઇગર શ્રોફ સુરક્ષિત રહ્યા હતા. આ કેસમાં ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેમની ભૂમિકા અંગે વધુ તપાસ કરી રહી છે.

આરોપી રેપિડો સાથે જોડાયેલો હોવાની વાત

આ કેસમાં ઋતિક કુમાર ઉર્ફે રોશનનો રેપિડો પ્લેટફોર્મ સાથે સંબંધ હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે સંબંધિત વ્યક્તિ 14 ઑક્ટોબરથી તેના પ્લેટફોર્મ પર કેપ્ટન તરીકે સક્રિય નહોતો. કંપનીના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે તેણે રેપિડોનો ઉપયોગ ડ્રાઇવર તરીકે નહીં, પરંતુ ગ્રાહક તરીકે કર્યો હતો.

તપાસમાં પોલીસને સહકાર આપી રહી છે કંપની

રેપિડોએ જણાવ્યું હતું કે ટાઇગર શ્રોફ અને તેમની ટીમ સાથે બનેલી ઘટનાને લઈને કંપની ચિંતિત છે અને અભિનેતા સુરક્ષિત હોવાની રાહત છે. કંપનીએ વધુમાં કહ્યું કે તે તપાસ કરી રહેલી એજન્સીઓના સંપર્કમાં છે અને માગવામાં આવેલી માહિતી પૂરી પાડીને સહકાર આપી રહી છે. રેપિડોએ હિંસા કે ગુનાહિત પ્રવૃત્તિઓ પ્રત્યે શૂન્ય સહનશીલતાની નીતિ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

હાલમાં પોલીસ હુમલા પહેલાંની હિલચાલ, આરોપીઓની કથિત ભૂમિકા અને ઘટનાના અન્ય પાસાંઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલાનું સમગ્ર આયોજન અને તેની પાછળનાં કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

આ પણ વાંચો : Unjha Umiyadhamમાં 1001 બહેનોએ ઉતારી મહાઆરતી, ભક્તે માતાજીને અર્પણ કર્યો ₹13.11 લાખનો ડાયમંડ હાર

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.