Get News Alerts

Never miss breaking news updates.

India Poland: હૈદરાબાદ હાઉસમાં PM મોદી અને પોલેન્ડના PM ડોનાલ્ડ ટસ્કની મુલાકાત, વેપાર અને સંરક્ષણ સહયોગ પર ચર્ચા

India Poland: ભારત અને પોલેન્ડ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ થઈ છે. પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 22 Oct 2026 01:22 PM IST
India Poland: હૈદરાબાદ હાઉસમાં PM મોદી અને પોલેન્ડના PM ડોનાલ્ડ ટસ્કની મુલાકાત, વેપાર અને સંરક્ષણ સહયોગ પર ચર્ચાIndia Poland: હૈદરાબાદ હાઉસમાં PM મોદી અને પોલેન્ડના PM ડોનાલ્ડ ટસ્કની મુલાકાત, વેપાર અને સંરક્ષણ સહયોગ પર ચર્ચા

India Poland

India Poland: ભારત અને પોલેન્ડ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ થઈ છે. પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બેઠક પહેલાં બંને નેતાઓએ ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, નવીનીકરણીય ઊર્જા અને આધુનિક ટેક્નોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થવાની છે.

વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા આપવાનો પ્રયાસ

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ ભારત-પોલેન્ડ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને સહયોગની નવી તકો શોધવા અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પણ બેઠકના એજન્ડામાં સામેલ છે.

વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત બંને દેશોના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

ભારતની મુલાકાત દરમિયાન પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ટસ્ક સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ હતી.

એસ. જયશંકરે ‘એક્સ’ પરની પોસ્ટમાં પોલેન્ડના વડાપ્રધાન સાથેની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે બંને દેશો વચ્ચેના સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અંગેના વિચારોની પ્રશંસા કરી હતી.

ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા ટસ્ક

પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક બુધવારે સાંજે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ અને જળશક્તિ રાજ્યમંત્રી રાજ ભૂષણ ચૌધરીએ તેમનું સ્વાગત કર્યું હતું.

ટસ્ક સાથે પોલેન્ડના નાણાં અને અર્થતંત્ર મંત્રી આંદ્રેઝ ડોમાન્સ્કી તેમજ ઉચ્ચસ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પોલેન્ડના વડાપ્રધાન તરીકે ટસ્કની આ બીજી ભારત મુલાકાત છે. આ પહેલાં તેઓ વર્ષ 2010માં પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન ભારત આવ્યા હતા.

દિલ્હી બાદ બેંગલુરુની મુલાકાત લેશે

નવી દિલ્હીમાં કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પોલેન્ડના વડાપ્રધાન બેંગલુરુ જશે. ત્યાં તેઓ માહિતી ટેક્નોલોજી અને અંતરિક્ષ ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગો અને વ્યવસાયિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે.

ભારત-પોલેન્ડ બિઝનેસ ફોરમનું આયોજન 22 ઑક્ટોબરે નવી દિલ્હી અને 23 ઑક્ટોબરે બેંગલુરુમાં કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો શોધવા તથા આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : Para Asian Games 2026: નક્સલીઓ સામે લડતા IED વિસ્ફોટમાં ગુમાવ્યો પગ, હવે તીરંદાજીમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.