BRICS Summit 2026: ટ્રેડથી ન્યૂક્લિયર એનર્જી સુધી... મોદી-પુતિન મુલાકાતમાં આ મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા



Modi Putin Meeting BRICS Summit 2026
BRICS Summit 2026: ટ્રેડથી ન્યૂક્લિયર એનર્જી સુધી... મોદી-પુતિન મુલાકાતમાં આ મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા



Modi Putin Meeting BRICS Summit 2026
Modi Putin Meeting BRICS Summit 2026: BRICS Summit 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ભારત મંડપમ ખાતે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને નેતાઓ વચ્ચે આશરે 45 મિનિટ સુધી વાતચીત થઈ હતી. ભારત મંડપમ પહોંચેલા પુતિનનું PM મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને બંને નેતાઓએ એકબીજાને ગળે મળીને અભિવાદન કર્યું હતું. મુલાકાત દરમિયાન PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિને મહાન તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રસિદ્ધ કૃતિ ‘તિરુક્કુરલ’ના રશિયન અનુવાદની પુસ્તક પણ ભેટમાં આપી હતી.
https://twitter.com/ANI/status/2098370672615719300
ઔદ્યોગિક સહયોગ વધારવા પર ભાર
મોદી-પુતિન બેઠકમાં ભારત અને રશિયા વચ્ચે ઔદ્યોગિક સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. INNOPROM જેવા પ્લેટફોર્મના માધ્યમથી બંને દેશો વચ્ચે નવા બિઝનેસ અને રોકાણના અવસરો શોધવા પર ભાર મૂકાયો હતો. રેલવે ક્ષેત્ર અને ટનલિંગમાં સહયોગ વધારવા, સ્ટીલ વેલ્યુ ચેઇન વિકસાવવા તેમજ વધુ B2B તકો ઊભી કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત રશિયન બજારમાં ભારતીય કંપનીઓની પહોંચ વધારવાના મુદ્દા પર પણ બંને દેશોએ મંથન કર્યું હતું.
https://twitter.com/EmbassyofRussia/status/2098357515201266087
ન્યૂક્લિયર એનર્જી અને ફર્ટિલાઇઝર ક્ષેત્રે સહયોગ
બંને દેશો વચ્ચે સિવિલ ન્યૂક્લિયર સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. તેમાં ફ્યુઅલ સાયકલ અને લાઇફ સાયકલ સપોર્ટ સાથે જોડાયેલા સહયોગને આગળ વધારવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોબિલિટી સેક્ટરમાં સહયોગ વધારવા અને રશિયામાં ભારતીય કુશળ કામદારો માટે વધુ તકો ઊભી કરવા અંગે પણ વાતચીત થઈ હતી.
જરૂરી મિનરલ્સ અને ફર્ટિલાઇઝર ક્ષેત્રે ભાગીદારી
ભારત અને રશિયા વચ્ચે જરૂરી મિનરલ્સના ક્ષેત્રમાં સહયોગ વધારવા તથા વ્યૂહાત્મક જોઇન્ટ વેન્ચર પ્રોજેક્ટ્સ દ્વારા ફર્ટિલાઇઝર સેક્ટરમાં સહયોગ જાળવી રાખવા અને વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોને વધુ વિસ્તૃત કરવા માટે નવા ક્ષેત્રો શોધવા પર પણ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
વૈશ્વિક મુદ્દાઓ પર પણ થઈ ચર્ચા
દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. તેમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ તથા પશ્ચિમ એશિયાની સ્થિતિ જેવા મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે. વિદેશ મંત્રાલયે અગાઉ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને લાંબા સમયથી ચાલતા અને બહુઆયામી ગણાવ્યા હતા. બંને દેશો વચ્ચેની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોદી-પુતિનની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]




