India BJP : નિતિન નવીનની નવી ટીમ એકશન મોડમાં, સંગઠન મજબૂત કરવા બનશે રણનીતિ

India BJP : નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની અધ્યક્ષતામાં પાર્ટીની નવી ટીમ સાથે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે.
Vivek Shah
Vivek Shah
India BJPIndia BJP

India BJP

India BJP : ભાજપ મુખ્યાલય ખાતે યોજાઈ રહેલી આ સંગઠનાત્મક બેઠકમાં નવા પદાધિકારીઓનો પરિચય, સંગઠનને મજબૂત બનાવવાની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશભરમાં યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

દિવસભર ચાલનારી આ સંગઠનાત્મક કવાયત દરમિયાન અલગ-અલગ ત્રણ બેઠકો યોજાવાની છે

નિતિન નવીન નવનિયુક્ત પદાધિકારીઓનો એકબીજા સાથે પરિચય કરાવશે અને પાર્ટી દ્વારા તેમની પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ અંગે ચર્ચા કરશે. આ બેઠક સાથે નવી ટીમની નવી જવાબદારીઓની ઔપચારિક શરૂઆત પણ માનવામાં આવી રહી છે.

પાર્ટી સૂત્રો અનુસાર, નવા પદાધિકારીઓને તેમની જવાબદારીઓ અને ભૂમિકાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા ઉપરાંત મીડિયા સાથે અસરકારક સંવાદ, પાર્ટી કાર્યકરો સાથે સતત સંપર્ક અને સામાન્ય લોકોની સમસ્યાઓ અંગે સંવેદનશીલ રહી તેના ઉકેલ માટે કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવી શકે છે.

કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવી મહત્વપૂર્ણ એજન્ડા રહેશે

આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વિવિધ સ્તરે સંકલન વધારવા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. સાથે જ આગામી વર્ષે યોજાનારી સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની નવી ટીમ પાસેથી અપેક્ષાઓ અંગે મંથન થઈ શકે છે.

2029ની લોકસભા ચૂંટણીની લાંબા ગાળાની તૈયારીઓ અને સંગઠનાત્મક પ્રાથમિકતાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે. નિતિન નવીનની ભાજપના પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મહાસચિવો, પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે પણ બેઠક યોજાવાની છે. આ બેઠકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશભરમાં આયોજિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવી મહત્વપૂર્ણ એજન્ડા રહેશે.

સંગઠન મજબૂત કરવાની સાથે અન્ય પડકારો રહેશે

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારથી તેઓ સતત જાહેર જીવનમાં મહત્વપૂર્ણ પદ પર રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબી જવાબદારી નિભાવ્યા બાદ 2014માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા. ભાજપે 17 ઓગસ્ટે નિતિન નવીનની આગેવાની હેઠળ 65 સભ્યોની નવી ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં 51 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જે સંગઠનમાં મોટા ફેરફાર અને વિસ્તરણ તરફ ઈશારો કરે છે. હવે નવી ટીમની પ્રથમ બેઠક દ્વારા પાર્ટીના આગામી સંગઠનાત્મક એજન્ડા અને ચૂંટણીલક્ષી તૈયારીઓની દિશા નક્કી થવાની શક્યતા છે. નવી જવાબદારીઓ સાથે પદાધિકારીઓ સામે સંગઠન મજબૂત કરવાની સાથે આગામી રાજકીય પડકારોનો સામનો કરવાની મોટી જવાબદારી રહેશે.

આ પણ વાંચો : Dahod Police : કારમાં છુપાવી લવાતો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી