Get News Alerts

Never miss breaking news updates.

સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટનામાં CM રેખા ગુપ્તાએ મોટી કાર્યવાહી, MCDના ડેપ્યુટી કમિશનર સહિત 5 અધિકારી સસ્પેન્ડ

Delhi Satya Niketan Building Collapse: દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મોટું એક્શન લીધું છે. બેદરકારીના આરોપસર MCDના...
R Gajjar
R GajjarUpdated on: 07 Sep 2026 01:58 PM IST
સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટનામાં CM રેખા ગુપ્તાએ મોટી કાર્યવાહી, MCDના ડેપ્યુટી કમિશનર સહિત 5 અધિકારી સસ્પેન્ડસત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટનામાં CM રેખા ગુપ્તાએ મોટી કાર્યવાહી, MCDના ડેપ્યુટી કમિશનર સહિત 5 અધિકારી સસ્પેન્ડ

Delhi Satya Niketan Building Collapse

Delhi Satya Niketan Building Collapse: દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મોટું એક્શન લીધું છે. બેદરકારીના આરોપસર MCDના ડેપ્યુટી કમિશનર સહિત 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ 5 અધિકારીઓ સામે કાર્યવાહી

સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓમાં સાઉથ ઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ કુમાર, સુપરિટેન્ડિંગ એન્જિનિયર રણવીર સિંહ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર લલિત કુમાર ગોયલ, આસિસ્ટન્ટ એન્જિનિયર સુનીલ ચૌહાણ અને જુનિયર એન્જિનિયર આશિષ કુમારનો સમાવેશ થાય છે.

CM રેખા ગુપ્તાએ શું કહ્યું?

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સતત બીજા દિવસે ઘટનાસ્થળની મુલાકાત લઈ રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે બિલ્ડિંગ માલિકની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આ જૂની ઇમારત હતી અને બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે તેના પિલર ધરાશાયી થયા બાદ સમગ્ર બિલ્ડિંગ તૂટી પડી હતી.

7 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

રવિવારે બપોરે આશરે 1:30 વાગ્યે સમારકામ દરમિયાન પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. ઇમારતમાં છોકરાઓ માટેનું પેઇંગ ગેસ્ટ (PG) આવાસ હતું. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસ, દિલ્હી ફાયર સર્વિસ, NDRF અને DDMAની ટીમો કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. દરમિયાન દિલ્હી પોલીસે બિલ્ડિંગના માલિક હરિ રામ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે.

AIIMSમાં 11 લોકોને લઈ જવાયા

AIIMSના જણાવ્યા મુજબ, ઘટનાના પગલે 11 લોકોને જય પ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ લોકોને મૃત હાલતમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય ઘાયલો પૈકી કેટલાકની સારવાર ચાલી રહી છે, જ્યારે એક વ્યક્તિને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]