DA Hike: દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

DA Hike: કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તરીકે 10,016 કરોડની ફાળવણી સહિત કુલ 29,267 કરોડ રૂપિયાની યોજનાઓને મંજૂરી આપી છે.
Nancy ShuklaUpdated on: 28 Oct 2026 04:15 PM IST
DA Hike: દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારોDA Hike: દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

DA Hike

DA Hike: દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી હોવાના સમાચાર છે. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધીને 63 ટકા થઈ ગયું છે. આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ વધારેલો DA 1 જુલાઈથી લાગુ થશે. જુલાઈથી બાકી રહેલી રકમનું એરિયર્સ પણ કર્મચારીઓને મળશે. મીડિયા રિપોર્ટ મુજબ એરિયર્સની રકમ ઓક્ટોબરના પગારની ગણતરીમાં સામેલ કરીને નવેમ્બરમાં ચૂકવવામાં આવશે. આ વધારાને કારણે કેન્દ્ર સરકાર પર અંદાજે 10,016 કરોડ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ પડશે.

પગારમાં કેટલો વધારો થશે?

મોંઘવારી ભથ્થાની ગણતરી કર્મચારીના મૂળ પગારના આધારે કરવામાં આવે છે. તેથી DAમાં વધારો થતાં માસિક પગારમાં પણ વધારો થાય છે. ઉદાહરણ તરીકે 29,200 રૂપિયા મૂળ પગાર ધરાવતા લેવલ-5ના કેન્દ્રીય કર્મચારીને 3 ટકાના વધારાથી દર મહિને 876 રૂપિયાનો વધારાનો DA મળશે.

આ સિવાય DA સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટ અલાઉન્સમાં પણ વધારો થઈ શકે છે. સંબંધિત ગણતરી મુજબ પાત્ર કર્મચારીઓને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ પર અંદાજે 108 રૂપિયાના વધારાનો લાભ મળી શકે છે. પરંતુ વાસ્તવિક વધારો કર્મચારીના પગારધોરણ, પોસ્ટિંગના શહેર અને લાગુ નિયમો પર આધારિત રહેશે.

અન્ય યોજનાઓને પણ મંજૂરી

કેબિનેટે અન્ય કેટલીક યોજનાઓને પણ મંજૂરી આપી હોવાના સમાચાર છે. તેમાં 10,000 કરોડ રૂપિયાની કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ, 1,856 કરોડ રૂપિયાની ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ અને 7,395 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના સામેલ છે.

ખેલો ઈન્ડિયા યોજના હેઠળ રમતગમતનાં સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન, સંશોધન, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડિંગને વેગ આપવાનો હેતુ છે. આ યોજનાઓથી ઉત્પાદન ક્ષેત્ર અને ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: PM Modi: ટેક્નોલોજી અપનાવવાનો નહીં, બનાવવાનો સમય... PM મોદીએ વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યું

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.