Get News Alerts

Never miss breaking news updates.

Indian Stock Market: અમેરિકા-ઈરાન યુદ્ધની અસર, ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું

Indian Stock Market: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી સૈન્ય સંઘર્ષ શરૂ થવાના અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારોમાં દબાણ જોવા મળ્યું છે, જેની સીધી અસર ભારતીય શેરબજારના પ્રારંભિક કારોબાર પર પડી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Sep 2026 09:53 AM IST
Indian Stock Market: અમેરિકા-ઈરાન યુદ્ધની અસર, ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યુંIndian Stock Market: અમેરિકા-ઈરાન યુદ્ધની અસર, ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું

Indian Stock Market

Indian Stock Market: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી સૈન્ય સંઘર્ષ શરૂ થવાના અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારોમાં દબાણ જોવા મળ્યું છે, જેની સીધી અસર ભારતીય શેરબજારના પ્રારંભિક કારોબાર પર પડી છે. મંગળવારે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 472.96 પોઈન્ટ એટલે કે 0.61% ઘટીને 76,471.32 પર અને નિફ્ટી 197.80 પોઈન્ટ એટલે કે 0.82%ના ઘટાડા સાથે 23,858.00 પર પહોંચ્યો હતો. આ સાથે નિફ્ટી 24,000ની મહત્વપૂર્ણ સપાટીથી નીચે સરકી ગયો હતો.

લગભગ તમામ સેક્ટરમાં વેચવાલી

બજારમાં વેચવાલી વ્યાપક જોવા મળી હતી અને લગભગ તમામ મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં રહ્યા હતા. નિફ્ટી ઓટો, નિફ્ટી IT, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી કન્ઝમ્પશન, નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં ખાસ દબાણ જોવા મળ્યું હતું.

મિડકૅપ અને સ્મૉલકૅપ શેરોમાં પણ મોટો ઘટાડો

મોટા શેરોની સાથે મિડકૅપ અને સ્મૉલકૅપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મિડકૅપ 100 ઈન્ડેક્સ 725.80 પોઈન્ટ એટલે કે 1.15% ઘટીને 62,608.70 પર હતો. જ્યારે નિફ્ટી સ્મૉલકૅપ 100 ઈન્ડેક્સ 199.85 પોઈન્ટ એટલે કે 1% ઘટીને 19,686.40 પર પહોંચ્યો હતો.

આ શેરોમાં જોવા મળ્યું દબાણ

સેન્સેક્સ પેકમાં શરૂઆતના કારોબારમાં સન ફાર્મા અને અદાણી પોર્ટ્સ ગેઇનર્સમાં રહ્યા હતા. બીજી તરફ ઈન્ફોસિસ, HCL ટેક, TCS, ઈન્ડિગો, M&M, HDFC બેંક, NTPC, ટેક મહિન્દ્રા, BEL, એશિયન પેઈન્ટ્સ, Eternal, ITC, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ અને ટાઇટન સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં પણ નબળાઈ

ભારત ઉપરાંત મોટાભાગના એશિયન બજારો પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. ટોક્યો, શાંઘાઈ, હોંગકોંગ, સિયોલ અને બેંગકોકના બજારો લાલ નિશાનમાં રહ્યા હતા. અગાઉ અમેરિકન બજારો પણ ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.79% અને નાસ્ડેક 1.03% ઘટ્યા હતા.

યુદ્ધના અહેવાલોથી ક્રૂડ ઓઈલમાં ઉછાળો

અમેરિકા-ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષના અહેવાલોની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી છે. અહેવાલો અનુસાર અમેરિકી સેનાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વિવિધ ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. ત્યારબાદ ઈરાને જોર્ડન અને ઈરાકમાં અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવ્યાના અહેવાલો સામે આવ્યા હતા. જેના પગલે બ્રેન્ટ ક્રૂડ 4%થી વધુ વધીને લગભગ $95 પ્રતિ બેરલ, જ્યારે WTI ક્રૂડ $90 પ્રતિ બેરલને પાર પહોંચી ગયું હતું. ક્રૂડ ઓઈલમાં આ ઉછાળો ભારતીય બજાર માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી આયાત ખર્ચ અને મોંઘવારી અંગેની ચિંતા વધી શકે છે.

આ પણ વાંચો : Gold Silver Rate: સોનાના ભાવમાં ફરી ઘટાડો, 10 ગ્રામનો ભાવ ₹1.52 લાખની આસપાસ; જાણો તમારા શહેરનો આજનો રેટ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.