Get News Alerts

Never miss breaking news updates.

Gold Silver Rate: સોનાના ભાવમાં ફરી ઘટાડો, 10 ગ્રામનો ભાવ ₹1.52 લાખની આસપાસ; જાણો તમારા શહેરનો આજનો રેટ

Gold Silver Rate: ભારતીય સરાફા બજારમાં બુધવાર, 2 સપ્ટેમ્બર 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દેશભરમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,52,160 પર આવી ગયો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Sep 2026 09:39 AM IST
Gold Silver Rate: સોનાના ભાવમાં ફરી ઘટાડો, 10 ગ્રામનો ભાવ ₹1.52 લાખની આસપાસ; જાણો તમારા શહેરનો આજનો રેટGold Silver Rate: સોનાના ભાવમાં ફરી ઘટાડો, 10 ગ્રામનો ભાવ ₹1.52 લાખની આસપાસ; જાણો તમારા શહેરનો આજનો રેટ

Gold Silver Rate

Gold Silver Rate: ભારતીય સરાફા બજારમાં બુધવાર, 2 સપ્ટેમ્બર 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દેશભરમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,52,160 પર આવી ગયો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ₹2,34,780 નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં આશરે 4.5%નો ઘટાડો થયો છે. જોકે એક વર્ષની સરખામણી કરીએ તો સોનું હજુ પણ 43.3% મજબૂત છે. બીજી તરફ, ચાંદીમાં પણ એક સપ્તાહમાં 2.3%નો ઘટાડો થયો છે, પરંતુ એક વર્ષમાં ચાંદીમાં આશરે 89%નો ઉછાળો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાં-ચાંદી પર દબાણ

યુએસ કોમૅક્સ માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી. સોનું $45.70 એટલે કે 1.04% ઘટીને $4,350.70 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું હતું. જ્યારે ચાંદી $0.96 એટલે કે 1.47% ઘટીને $64.41 પ્રતિ ઔંસ પર પહોંચી હતી. અમેરિકન ફેડના કડક વલણ અને વ્યાજદર અંગેના સંકેતોને કારણે ટ્રેઝરી યીલ્ડમાં વધારો થતાં કિંમતી ધાતુઓ પર દબાણ આવ્યું હોવાનું માનવામાં આવે છે.

મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ

મુંબઈ: ₹1,51,880 પ્રતિ 10 ગ્રામ

દિલ્હી: ₹1,51,620 પ્રતિ 10 ગ્રામ

ચેન્નાઈ: ₹1,52,320 પ્રતિ 10 ગ્રામ

કોલકાતા: ₹1,51,680 પ્રતિ 10 ગ્રામ

બેંગલુરુ: ₹1,52,000 પ્રતિ 10 ગ્રામ

હૈદરાબાદ: ₹1,52,120 પ્રતિ 10 ગ્રામ

22 કેરેટ સોનાનો આજનો ભાવ

મુંબઈમાં 22 કેરેટ સોનું ₹1,39,223, દિલ્હીમાં ₹1,38,985, ચેન્નાઈમાં ₹1,39,627, કોલકાતામાં ₹1,39,040, બેંગલુરુમાં ₹1,39,333 અને હૈદરાબાદમાં ₹1,39,443 પ્રતિ 10 ગ્રામ નોંધાયું છે.

ચાંદીના ભાવમાં પણ ઘટાડો

દેશમાં 999 ફાઇન ચાંદીનો ભાવ ₹2,34,780 પ્રતિ કિલો, જ્યારે 925 સ્ટર્લિંગ ચાંદીનો ભાવ ₹2,17,172 પ્રતિ કિલો રહ્યો. શહેર પ્રમાણે મુંબઈમાં 999 ફાઇન ચાંદી ₹2,34,350, દિલ્હીમાં ₹2,33,950, ચેન્નાઈમાં ₹2,35,030, કોલકાતામાં ₹2,34,040, બેંગલુરુમાં ₹2,34,540 અને હૈદરાબાદમાં ₹2,34,720 પ્રતિ કિલો પર રહી છે. અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ અને લોજિસ્ટિક્સ ખર્ચને કારણે સોના-ચાંદીના ભાવમાં થોડો તફાવત જોવા મળે છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price: ₹101થી ₹116 સુધી પેટ્રોલ, ડીઝલ ₹89થી ₹104! જાણો તમારા શહેરમાં આજનો ભાવ


AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.