Stock Market: વૈશ્વિક સંકેતો નબળા પડતાં શેરબજારમાં વેચવાલીનો દબાણ, સેન્સેક્સ-નિફ્ટીમાં 0.56% સુધીનો ઘટાડો



Stock Market
Stock Market: વૈશ્વિક સંકેતો નબળા પડતાં શેરબજારમાં વેચવાલીનો દબાણ, સેન્સેક્સ-નિફ્ટીમાં 0.56% સુધીનો ઘટાડો



Stock Market
Stock Market: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની આશંકાને કારણે વૈશ્વિક સ્તરે રોકાણકારોની જોખમ લેવાની ભાવના નબળી પડી હતી. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી અને સેન્સેક્સ તથા નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા.
સેન્સેક્સમાં 367 પોઈન્ટ સુધીનો ઘટાડો
30 શેરવાળો BSE સેન્સેક્સ અગાઉના 77,264.51ના બંધ સ્તરની સરખામણીએ 133.78 પોઈન્ટ એટલે કે 0.17% ઘટીને 77,130.73 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 367.58 પોઈન્ટ એટલે કે 0.47% ઘટીને 76,896.93ના દિવસના નીચલા સ્તરે પહોંચ્યો હતો.
નિફ્ટી 24,000ની નજીક
NSE નિફ્ટી-50 58.10 પોઈન્ટ એટલે કે 0.24% ઘટીને 24,117.55 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં નિફ્ટી 137.25 પોઈન્ટ એટલે કે 0.56% ઘટીને 24,038.40 સુધી પહોંચી ગયો હતો.
સવારે આશરે 9:30 વાગ્યે સેન્સેક્સ 311 પોઈન્ટ એટલે કે 0.40% ઘટીને 76,942ની આસપાસ અને નિફ્ટી 113.65 પોઈન્ટ એટલે કે 0.47% ઘટીને 24,062ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.
મિડકેપ અને સ્મોલકેપમાં પણ ઘટાડો
વ્યાપક બજારમાં પણ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપમાં 0.53% અને સ્મોલકેપમાં 0.73%નો ઘટાડો નોંધાયો હતો.
મેટલ અને IT સેક્ટર પર દબાણ
સેક્ટર મુજબ નિફ્ટી મેટલ, IT, સિમેન્ટ અને મીડિયા નબળા રહ્યા હતા. બીજી તરફ બેન્કિંગ અને પ્રાઈવેટ બેન્કિંગ સેક્ટરમાં પ્રમાણમાં સારો દેખાવ જોવા મળ્યો હતો.
24,000 નિફ્ટી માટે મહત્વનું સપોર્ટ
માર્કેટ એક્સપર્ટના જણાવ્યા મુજબ હાલ નિફ્ટી માટે 24,000નું સ્તર મહત્વનું સપોર્ટ છે. આ સ્તર તૂટે તો 23,800 આગામી મહત્વપૂર્ણ સપોર્ટ બની શકે છે. બીજી તરફ 24,300થી 24,400નું ક્ષેત્ર તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે જોવામાં આવી રહ્યું છે. નિફ્ટી 24,400ની ઉપર ટકાઉ તેજી નોંધાવે તો 24,800 તરફ આગળ વધવાની શક્યતા મજબૂત થઈ શકે છે. જોકે 24,000 અને ખાસ કરીને 23,800ની નીચે ઘટાડો થાય તો વેચવાલીનું દબાણ વધુ વધી શકે છે.
India VIXમાં 3.5% ઘટાડો
આ દરમિયાન India VIX 3.5% ઘટીને 10.68 પર આવી ગયો હતો. બજારના નિષ્ણાતોના મતે ઓછી વોલેટિલિટીથી હાલમાં અત્યંત ટૂંકા ગાળાની અસ્થિરતાની આશંકા મર્યાદિત હોવાનો સંકેત મળે છે.
હવે રોકાણકારોની નજર 24,000-24,400 પર
હાલ નિફ્ટી 24,000થી 24,400ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. આ રેન્જમાંથી કોઈ એક દિશામાં નિર્ણાયક બ્રેકઆઉટ બજારની આગામી મોટી ચાલ નક્કી કરી શકે છે. તેથી રોકાણકારો અને ટ્રેડર્સ માટે 24,000, 23,800 અને 24,400ના સ્તરો મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો : Larak Island: ઈરાનના લારક દ્વીપ પર અમેરિકાનો હુમલો, અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો




