57th GST Council Meeting : માત્ર 10 દિવસમાં રિફંડ ક્લેમ મંજૂર થશે, ITCનો પણ થયો વિસ્તાર


57th GST Council Meeting
57th GST Council Meeting : માત્ર 10 દિવસમાં રિફંડ ક્લેમ મંજૂર થશે, ITCનો પણ થયો વિસ્તાર


57th GST Council Meeting
57th GST Council Meeting : GST કાઉન્સિલની ગુરુવારે યોજાયેલી 57મી બેઠકમાં વેપાર-વાણિજ્યને સરળ બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં રિફંડ પ્રક્રિયાને ઝડપી બનાવવાથી લઈને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો વિસ્તાર કરવાનો સમાવેશ થાય છે.
રિફંડ પ્રક્રિયામાં સિસ્ટમ આધારિત રિસ્ક અસેસમેન્ટને પણ મહત્વ આપવામાં આવ્યું
નવા નિર્ણય મુજબ હવે GST રિફંડ ક્લેમ સ્વીકારવાની સમયમર્યાદા 15 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવશે. જો આ સમયગાળા દરમિયાન ક્લેમ સ્વીકારવામાં નહીં આવે અથવા તેમાં કોઈ ખામી અંગે જાણ કરવામાં નહીં આવે, તો ક્લેમને સ્વીકારાયેલો માનવામાં આવશે. રિફંડ પ્રક્રિયામાં સિસ્ટમ આધારિત રિસ્ક અસેસમેન્ટને પણ મહત્વ આપવામાં આવ્યું છે. તેના આધારે લગભગ 90 ટકા ક્લેમ ઓટોમેટિક રીતે મંજૂર થઈ શકશે. હાલ રિફંડ ઓર્ડર મળ્યા બાદ સાત દિવસમાં રકમ જારી કરવામાં આવે છે, પરંતુ હવે આ સમયગાળો ઘટાડીને ત્રણ કાર્ય દિવસ કરવામાં આવશે.
કેશ લેજરમાં રહેલા વધારાના બેલેન્સનું રિફંડ પણ સંપૂર્ણપણે ઓટોમેટિક બનાવવામાં આવશે અને તેમાં અધિકારીની દખલની જરૂર નહીં રહે. આ નિર્ણયથી ખાસ કરીને નિકાસકારો અને 'ઈનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર' હેઠળ કામ કરતા વેપારીઓને ફાયદો થવાની શક્યતા છે.
ITCનો પણ કરાયો વિસ્તાર
GST કાઉન્સિલે ITCના દાયરામાં પણ વધારો કર્યો છે. હવે કર્મચારીઓ માટે લેવામાં આવેલા હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ તેમજ ફેક્ટરીની બહાર લગાવવામાં આવેલા ટેલિકોમ્યુનિકેશન ટાવર અને પાઈપલાઈન પર ITC મળી શકશે. આ ઉપરાંત, ફ્રી સેમ્પલ અને એક્સપાયરીના કારણે રાઈટ-ઓફ કરવામાં આવેલા સ્ટોક પર પણ ITCની મંજૂરી આપવામાં આવશે, જો કાયદા હેઠળ આવા માલનો નાશ કરવો જરૂરી હોય. B2B સર્વિસ ચેઈનમાં ડબલ ટેક્સેશન અટકાવવા પણ નિર્ણય લેવાયો છે. એજન્ટ મારફતે બુક કરવામાં આવેલી ₹7,500 પ્રતિ રાત્રિ સુધીની હોટેલ બુકિંગ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સર્વિસ તેમજ પેસેન્જર ટ્રાન્સપોર્ટ જેવી સેવાઓ પર હવે બે વખત નહીં પરંતુ એક જ વખત GST લાગશે.
આ પણ વાંચો : Jammu Kashmir : પૂંછમાં LoC નજીક લૅન્ડમાઈન મળી, સેનાએ સુરક્ષિત રીતે કરી નષ્ટ





