Vadodara News: પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું, 1 નાઈજીરિયન નાગરિકની ધરપકડ

Vadodara News: ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી સામે કાર્યવાહી દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હોવાની ઘટના સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 24 Oct 2026 08:38 PM IST
Vadodara News: પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું, 1 નાઈજીરિયન નાગરિકની ધરપકડVadodara News: પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું, 1 નાઈજીરિયન નાગરિકની ધરપકડ

Vadodara News

Vadodara News: ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી સામે કાર્યવાહી દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમૃતસરથી બાંદ્રા જતી ટ્રેનમાં બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન માદક પદાર્થના જથ્થા સાથે એક નાઈજીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. DRI દ્વારા કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રેનમાં માદક પદાર્થની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર, DRIની ટીમને પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં માદક પદાર્થની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓએ ચાલુ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. અમૃતસરથી બાંદ્રા તરફ જઈ રહેલી ટ્રેનમાં તપાસ દરમિયાન શંકાસ્પદ જથ્થો મળી આવતાં અધિકારીઓએ કાર્યવાહી કરી હતી.

માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો

તપાસ દરમિયાન MD ડ્રગ્સ હોવાની આશંકા ધરાવતા માદક પદાર્થના જથ્થા સાથે એક નાઇજીરિયન નાગરિકને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વડોદરા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના મથકે લઈ જવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી ટ્રેન મારફતે માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. DRIની ટીમે જપ્ત કરાયેલા જથ્થાની તપાસ અને તેની ચોક્કસ ઓળખ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ લીધી છે. જપ્ત કરાયેલો પદાર્થ ખરેખર MD ડ્રગ્સ છે કે નહીં અને તેનું ચોક્કસ પ્રમાણ કેટલું છે તે અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

આ ઉપરાંત, પકડાયેલ નાઈજીરિયન નાગરિક પાસે માદક પદાર્થ ક્યાંથી આવ્યો હતો, તેને ક્યાં પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ કે ટોળકી સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી શકે છે. હાલ DRIની ટીમ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. FSLના અહેવાલ અને તપાસની વિગતો સામે આવ્યા બાદ જપ્ત કરાયેલા માદક પદાર્થની ચોક્કસ કિંમત તથા અન્ય વિગતો સ્પષ્ટ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: Surat BJP Padyatra: સુરતથી ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાનો પ્રારંભ, પ્રશાંત કોરાટના વિપક્ષ પર પ્રહાર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.