Surat BJP Padyatra: સુરતથી ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાનો પ્રારંભ, પ્રશાંત કોરાટના વિપક્ષ પર પ્રહાર


Surat BJP Padyatra
Surat BJP Padyatra: સુરતથી ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાનો પ્રારંભ, પ્રશાંત કોરાટના વિપક્ષ પર પ્રહાર


Surat BJP Padyatra
Surat BJP Padyatra: ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટે સુરતમાં પત્રકાર પરિષદ યોજીને મોટી જાહેરાત કરી છે. વિરોધપક્ષ દ્વારા SIR મુદ્દે કરવામાં આવી રહેલા આંદોલનના જવાબમાં ભાજપ આવતીકાલથી મેદાનમાં ઉતરશે. ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ના બેનર હેઠળ દેશભરમાં પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી પહેલાં સમગ્ર દેશમાં 33 સ્થળોએ આ પદયાત્રાઓ યોજાશે, જેમાં પ્રથમ પદયાત્રાનો પ્રારંભ સુરતથી કરવામાં આવશે.
પ્રશાંત કોરાટના જણાવ્યા અનુસાર, સુરતમાં અડાજણના પ્રાઇમ માર્કેટથી ભૂલકા ભવન સર્કલ સુધી પદયાત્રા યોજાશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. દક્ષિણ ગુજરાત ઝોનના વિવિધ વર્ગોના 25 હજારથી વધુ લોકો આ પદયાત્રામાં જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
રાહુલ ગાંધી પર પ્રશાંત કોરાટના આકરા પ્રહાર
પત્રકાર પરિષદ દરમિયાન પ્રશાંત કોરાટે વિપક્ષ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આંદોલનના નામે સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધી પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, “રાહુલ ગાંધી લીડર ઓફ ઓપોઝિશન નહીં, લાયર ઓફ ઓપોઝિશન છે.” કોરાટે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સત્તા ન મળવાને કારણે રાહુલ ગાંધી બેચેન છે અને રોજેરોજ જૂઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, સત્તા મેળવવા માટે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
દેશભરમાં પદયાત્રાનું આયોજન
ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ પદયાત્રાઓના માધ્યમથી પક્ષ પોતાની વાત લોકો સુધી પહોંચાડશે. સુરતથી શરૂ થનારી પ્રથમ પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાય તેવી તૈયારી કરવામાં આવી રહી છે. હવે આ કાર્યક્રમને લઈને રાજકીય માહોલ ગરમાવાની શક્યતા છે.
આ પણ વાંચો: Amreli News: ગુજરાતનો સૌપ્રથમ નેપિયર ઘાસમાંથી CNG ગેસ બનાવવાનો 'બાયોગેસ પ્લાન્ટ', ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ લીધી મુલાકાત





