Get News Alerts

Never miss breaking news updates.

surat: હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ પાલિકા માટે માથાનો દુખાવો, ધારાસભ્ય કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખ્યો

surat: સુરત મહાનગરપાલિકા માટે હોટ ફિક્સ પ્લાસ્ટિક કચરાનો નિકાલ હવે મોટો પડકાર બન્યો છે. આ મુદ્દે વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખ્યો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 01 Sep 2026 11:56 AM IST
surat: હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ પાલિકા માટે માથાનો દુખાવો, ધારાસભ્ય કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખ્યોsurat: હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ પાલિકા માટે માથાનો દુખાવો, ધારાસભ્ય કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખ્યો

Kumar Kanani

surat: સુરત મહાનગરપાલિકા માટે હોટ ફિક્સ પ્લાસ્ટિક કચરાનો નિકાલ હવે મોટો પડકાર બન્યો છે. આ મુદ્દે વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે યોગ્ય સુવિધા ઊભી કરવાની માંગ કરી છે.

પ્લાસ્ટિક વેસ્ટ નિકાલની સુવિધા ઉભી કરવાની માંગ

ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે પ્લાસ્ટિક કચરાના કારણે લોકોની રોજગારી બંધ થવી જોઈએ નહીં. વેસ્ટના વ્યવસ્થિત નિકાલ માટે તંત્રએ વ્યવહારુ ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

ચાર વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પરિવર્તન, કાર્યવાહી કેમ નહીં?

કુમાર કાનાણીએ સવાલ ઉઠાવ્યો કે છેલ્લા ચાર વર્ષથી વરાછા વિસ્તાર ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પરિવર્તિત થઈ રહ્યો છે, તો અત્યાર સુધી અધિકારીઓએ કોઈ કાર્યવાહી કેમ કરી નહીં? રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓને મંજૂરી અથવા સ્થાન મળ્યું કેવી રીતે તે અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે.

WhatsApp Image 2026-09-01 at 10.28.10 AM.webp

‘મશીન બંધ કરાવવું ઉકેલ નથી’

ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓ ઊભી થવા પાછળ વહીવટી તંત્રના અધિકારીઓની ભૂલ છે. હવે માત્ર મશીનો બંધ કરાવી દેવા એ સમસ્યાનો ઉકેલ નથી. તેમના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં લાખો લોકોની રોજગારી ઊભી થઈ ગઈ છે, તેથી રોજગારીને અસર ન થાય તેવો ઉકેલ જરૂરી છે.

વિપક્ષ સામે પણ કર્યા આક્ષેપ

કુમાર કાનાણીએ વિપક્ષ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે મેયરના ઘરે કચરો નાખનારા લોકોમાંથી કેટલાક લોકો આ જ વિસ્તારમાં પાંચ વર્ષ સુધી કોર્પોરેટર રહ્યા હતા. ધારાસભ્યના જણાવ્યા મુજબ, પાંચ વર્ષ દરમિયાન આ કચરાની સમસ્યા અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો નહીં અને હવે મેયરના ઘરે કચરો નાખીને તથા બેનરો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

‘અધિકારીઓની ભૂલથી સ્થિતિ ઊભી થઈ’

ધારાસભ્ય કુમાર કાનાણીએ સમગ્ર મામલે જવાબદારી વહીવટી તંત્રની હોવાનું જણાવી પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અને રોજગારી બંનેને ધ્યાનમાં રાખીને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો : Surat: રાંદેરમાં માતાએ ઠપકો આપતા 13 વર્ષીય કિશોરનું મોત

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.