Get News Alerts

Never miss breaking news updates.

Surat: રાંદેરમાં માતાએ ઠપકો આપતા 13 વર્ષીય કિશોરનું મોત

Surat: સુરતના રાંદેર વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ધોરણ-8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે માતાએ ઠપકો આપ્યા બાદ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 01 Sep 2026 11:46 AM IST
Surat: રાંદેરમાં માતાએ ઠપકો આપતા 13 વર્ષીય કિશોરનું મોતSurat: રાંદેરમાં માતાએ ઠપકો આપતા 13 વર્ષીય કિશોરનું મોત

Surat

Surat: સુરતના રાંદેર વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ધોરણ-8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે માતાએ ઠપકો આપ્યા બાદ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ભાઈ-બહેન મસ્તી કરી રહ્યા હતા

મળતી માહિતી મુજબ, કિશોર પોતાના ભાઈ-બહેન સાથે મસ્તી કરી રહ્યો હતો. દરમિયાન માતાએ મસ્તી કરવાનું ના પાડીને તેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ કિશોરે આકરું પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

પરિવાર પર આભ તૂટી પડ્યું

ઘટના સામે આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

રાંદેર પોલીસે તપાસ શરૂ કરી

સમગ્ર મામલે રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાના સંજોગો અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ચપ્પુના ઘા મારી હત્યા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.