Surat News: સુરતવાસીઓને CM ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 410 કરોડના વિકાસકામોની આપી ભેટ

Surat News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતવાસીઓને આશરે રૂપિયા 410 કરોડના વિવિધ વિકાસકામોની ભેટ આપી છે.
Kunjan ShuklaUpdated on: 25 Oct 2026 02:39 PM IST
Surat News: સુરતવાસીઓને CM ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 410 કરોડના વિકાસકામોની આપી ભેટSurat News: સુરતવાસીઓને CM ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 410 કરોડના વિકાસકામોની આપી ભેટ

Surat News

Surat News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતવાસીઓને આશરે રૂપિયા 410 કરોડના વિવિધ વિકાસકામોની ભેટ આપી છે. સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 50 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોથી સુરતના શહેરી માળખા, આરોગ્ય, પરિવહન અને આવાસ સુવિધાઓને વધુ મજબૂતી મળશે.

13 નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, મંત્રી જીતુ વાઘાણી, મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુરત મહાનગરપાલિકા, સુડા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રૂપિયા 211.65 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 37 વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે રૂપિયા 108.72 કરોડના ખર્ચે તૈયાર થનારા 13 નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કતારગામ-અમરોલી રોડ પર ગજેરા જંકશન ખાતે રૂપિયા 31.42 કરોડના ખર્ચે બનેલા રત્નમાલા ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સચીન રેલવે ઓવરબ્રિજ નીચે રૂપિયા 2.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને કેફેટેરિયાનું લોકાર્પણ કરાયું હતું. કાપોદ્રા અને પુણા વિસ્તારને જોડતી ખાડી પર રૂપિયા 27.59 કરોડના ખર્ચે બનેલા નવા બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

972 EWS-II આવાસોના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું

આરોગ્ય સુવિધાઓને વેગ આપવા કનકપુરમાં 50 બેડની આધુનિક હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જ્યારે અસારમા અને અડાજણ ખાતે નવા ફાયર સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યાં છે. શહેરના ઘરવિહોણા લોકો માટે વિવિધ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ધરાવતા શેલ્ટર હોમ પણ ખુલ્લાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY 2.0) અંતર્ગત સુડા દ્વારા ખોલવડ ખાતે રૂપિયા 144.22 કરોડના ખર્ચે 972 EWS-II આવાસોના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું હતું. બારડોલીના ઇસરોલી ખાતે રૂપિયા 13.06 કરોડના ખર્ચે નવી સમરસ બોયઝ હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવશે.

આ પણ વાંચો: Mehsana News: કડીમાં હોલસેલ દુકાનમાં ચોરી, રૂપિયા 70,000ની રોકડ ચોરાઈ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.