Mehsana News: કડીમાં હોલસેલ દુકાનમાં ચોરી, રૂપિયા 70,000ની રોકડ ચોરાઈ


Mehsana News
Mehsana News: કડીમાં હોલસેલ દુકાનમાં ચોરી, રૂપિયા 70,000ની રોકડ ચોરાઈ


Mehsana News
Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા-આદરજ ગામ પાસે હાઈવે પર આવેલી હોલસેલ દુકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અજાણ્યા ચોરે દુકાનનું શટર અને તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી રૂપિયા 70,000ની રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે વેપારી વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે.
મોડી રાત્રિના સમયે અજાણ્યો ચોર દુકાન પર પહોંચ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, કડીના મેડા-આદરજ ગામ પાસે હાઇવે પર આવેલી ‘જય અંબે મુખવાસ’ નામની હોલસેલ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મોડી રાત્રિના સમયે અજાણ્યો ચોર દુકાન પર પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે દુકાનના શટરના મજાગરા અને તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં પ્રવેશ કર્યા બાદ ચોરે ત્યાં રાખેલી રોકડ રકમની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં વેપારીએ દુકાનના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. સીસીટીવી ચેક કરતાં દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી
તપાસ દરમિયાન દુકાનમાંથી વેપારના વકરાની રોકડ રકમ જ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ચોર દુકાનમાંથી આશરે રૂપિયા 70,000ની રોકડ રકમ લઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે વેપારી દ્વારા બાવલુ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.એસ. રાવલ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા ચોરીની ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. દુકાનમાં ચોરી કરનાર અજાણ્યા શખ્સને શોધી કાઢવા અને ચોરીની રોકડ રકમ અંગેની હકીકત જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Ankleshwar GIDCમાં પત્નીની હત્યાની ચકચાર, ગણતરીના કલાકોમાં પતિની ધરપકડ





