Amreli News: ગુજરાતનો સૌપ્રથમ નેપિયર ઘાસમાંથી CNG ગેસ બનાવવાનો 'બાયોગેસ પ્લાન્ટ', ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ લીધી મુલાકાત

Amreli: અમરેલીના શેડુભાર ગામમાં જતીનભાઈ ગજેરા દ્વારા CNG ગેસ બનાવવાનો 'બાયોગેસ પ્લાન્ટ' બનાવવા માટે ગોપીનાથ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી રહી છે.
Nancy ShuklaUpdated on: 24 Oct 2026 08:10 PM IST
Amreli News: ગુજરાતનો સૌપ્રથમ નેપિયર ઘાસમાંથી CNG ગેસ બનાવવાનો 'બાયોગેસ પ્લાન્ટ', ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ લીધી મુલાકાતAmreli News: ગુજરાતનો સૌપ્રથમ નેપિયર ઘાસમાંથી CNG ગેસ બનાવવાનો 'બાયોગેસ પ્લાન્ટ', ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ લીધી મુલાકાત

Amreli

Amreli: ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં ગ્રીન એનર્જી તરફ ડગ માંડવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના શેડુભાર મુકામે ગુજરાતનો સૌપ્રથમ નેપિયર ઘાસમાંથી CNG ગેસ બનાવવાનો પ્રોજેક્ટ ‘ગોપીનાથ બાયોગેસ પ્લાન્ટ’ આકાર લઈ રહ્યો છે.

આ નવનિર્માણ પામી રહેલા પ્લાન્ટની વિશિષ્ટ કામગીરી અને ગેસ ઉત્સર્જન પદ્ધતિ વિશે માહિતી મેળવવા માટે આજે રાજ્યના ઉર્જામંત્રી કૌશિક વેકરીયા રૂબરૂ મુલાકાત લીધી હતી ને બાયોગેસ ઉત્પન કરવાના પ્લાન્ટની સમીક્ષા સાથેની જાણકારી લીધી હતી

એક નવી હરિયાળી ક્રાંતિનો ઉદય થશે

અમરેલીના શેડુભારમાં જતીનભાઈ ગજેરા દ્વારા ગોપીનાથ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટ ગુજરાતનો પહેલો એવો પ્લાન્ટ હશે, જ્યાં ખાસ પ્રકારના 'નેપિયર ઘાસ'માંથી પ્રોસેસ કરીને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે CNG ઉત્પન્ન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતો માટે આવકનો નવો અને કાયમી સ્ત્રોત બની રહેશે. પ્લાન્ટ દ્વારા ખેડૂતો સાથે સીધા કરારો કરવામાં આવ્યા છે, જેમાં 700 વીઘા કરતાં પણ વધુ જમીન પર ખેડૂતો પોતાના ખેતરમાં નેપિયર ઘાસનું ઉત્પાદન કરશે અને તે સીધું જ કંપનીને વેચશે.

આ વ્યવસ્થાથી વિસ્તારમાં એક નવી હરિયાળી ક્રાંતિનો ઉદય થશે. આ સમગ્ર ગ્રીન એનર્જી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા અને નેપિયર ઘાસમાંથી ગેસ બનાવવાની પ્રક્રિયા સમજવા માટે રાજ્યના ઉર્જામંત્રી કૌશિક વેકરીયા ખાસ પધાર્યા હતા ઉર્જામંત્રી કૌશિક વેકરીયાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આખા પ્રોજેક્ટ વિશે ઉર્જામંત્રીએ જાણકારી મેળવી હતી અને અમરેલીમાં નેપિયર ઘાસ માંથી CNG પ્લાન્ટ સ્થાપવા માટે ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ ખેડૂત જતીન ગજેરાને શુભેચ્છાઓ પાઠવેલ હતી

700 વીઘાથી વધુ જમીન માટે કરાર કરાયા

શેડુભાર મુકામે નેપિયર ઘાસમાંથી CNG ગેસ બનાવવાના પ્લાન્ટની સ્થાપના થઈ રહી છે, જે આપણા બધા માટે અને ખેડૂતો માટે ગૌરવની વાત છે. ખેડૂતો પોતાના ખેતરમાં ઘાસ ઉગાડી સીધા કંપની સાથે કરાર કરી શકશે. 700 વીઘાથી વધુ જમીન માટે કરાર કરાયા છે. આગામી દિવસોમાં આ એક હરિયાળી ક્રાંતિ સાબિત થશે ત્યારે ખેડૂતો માટે નવતર ખેતી માટે જતીનભાઈ અને તેમના પરિવારને ઉર્જામંત્રીએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે પર્યાવરણના જતન સાથે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધારતો આ ગોપીનાથ બાયોગેસ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાત માટે એક નવું ઉદાહરણ પૂરું પાડશે તેવું ઉર્જામંત્રી કૌશિક વેકરીયા એ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad News: સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સનો નિઃશુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો, 120થી વધુ લોકોએ હેલ્થ સ્ક્રીનિંગ સેવાઓનો લાભ લીધો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.