Get News Alerts

Never miss breaking news updates.

Surat News: જહાંગીરપુરામાં કેમિકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 3 આરોપીઓ ઝડપાયા, રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

Surat News: રાત્રિના સમયે ટેન્કરોમાંથી કેમિકલ કાઢીને અન્ય વાહનોમાં ભરી સસ્તા ભાવે વેચવાના કૌભાંડનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
Kunjan ShuklaUpdated on: 21 Oct 2026 04:08 PM IST
Surat News: જહાંગીરપુરામાં કેમિકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 3 આરોપીઓ ઝડપાયા, રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ જપ્તSurat News: જહાંગીરપુરામાં કેમિકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 3 આરોપીઓ ઝડપાયા, રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

Surat News

Surat News: સુરતની જહાંગીરપુરા પોલીસે હાઈવે પરથી પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. રાત્રિના સમયે ટેન્કરોમાંથી કેમિકલ કાઢીને અન્ય વાહનોમાં ભરી સસ્તા ભાવે વેચવાના કૌભાંડનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ટેન્કરના બે ચાલક સહિત ત્રણ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીઓ રાત્રિના સમયે હાઈવે પરથી પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરોને નિશાન બનાવતા હતા. ટેન્કરમાંથી કેમિકલ કાઢીને અન્ય વાહનોમાં ભરવામાં આવતું અને ત્યારબાદ તેને સસ્તા ભાવે વેચવામાં આવતું હતું. આ રીતે કેમિકલ ચોરીનું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં ટેન્કર નંબર GJ-12-BX-8385 અને GJ-13-AX-1635માંથી કેમિકલની ચોરી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં કેમિકલની ચોરી કરવામાં આવી છે, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રૂપિયા 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

જહાંગીરપુરા પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 1,20,92,491નો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં બે ટેન્કર, એક ટ્રક, કેમિકલ ભરેલા ડ્રમ, મોબાઈલ ફોન અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ટેન્કરના બે ચાલક સહિત ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ કરી રહી છે. સાથે જ કેમિકલ ચોરીના સમગ્ર નેટવર્ક, ચોરી કરાયેલા કેમિકલના વેચાણ અને અન્ય સંભવિત આરોપીઓની ભૂમિકા અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Junagadh News: મુખ્ય માર્ગો પર સલામતી સમિતિનું ચેકિંગ, ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના જોખમનો તાગ મેળવાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.