Get News Alerts

Never miss breaking news updates.

Surat Kamrej ATM Theft Attempt : કામરેજમાં ATM લૂંટનો પ્રયાસ નિષ્ફળ, ગેસ કટરથી આગ લાગી હતી, હરિયાણાની ગેંગના 2 આરોપી ઝડપાયા

Surat Kamrej ATM Theft Attempt : નવરાત્રિના ત્રીજા નોરતે કામરેજ ખાતે એટીએમ મશીન તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 16 Oct 2026 02:43 PM IST
Surat Kamrej ATM Theft Attempt : કામરેજમાં ATM લૂંટનો પ્રયાસ નિષ્ફળ, ગેસ કટરથી આગ લાગી હતી, હરિયાણાની ગેંગના 2 આરોપી ઝડપાયાSurat Kamrej ATM Theft Attempt : કામરેજમાં ATM લૂંટનો પ્રયાસ નિષ્ફળ, ગેસ કટરથી આગ લાગી હતી, હરિયાણાની ગેંગના 2 આરોપી ઝડપાયા

Surat Kamrej ATM Theft Attempt

Surat Kamrej ATM Theft Attempt : ગેસ કટર વડે એટીએમ કાપવાની કોશિશ દરમિયાન આગ લાગી જતાં તસ્કરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે હરિયાણાની મેવાત ગેંગના અન્ય ચાર આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

એટીએમમાં ચોરી કરતાં પહેલાં આરોપીઓએ રેકી કરી હતી. ગેસ કટરનો ઉપયોગ કરીને એટીએમ મશીન કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન આગ લાગતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

ATM ચોરી પહેલાં રેકી કરાઈ હોવાની વિગતો સામે આવી

પોલીસે આ કેસમાં બારડોલીમાંથી ઇમરાન સૈયદ ઉર્ફે હુસેન હયાત સૈયદ અને લાલસિંહ જગન્નાથને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન બંને આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, લાલસિંહ સામે અગાઉ સાત ગુના અને ઇમરાન સૈયદ સામે ચાર ગુના નોંધાયેલા છે. તપાસમાં બુહારી ખાતે પણ એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

જોકે, ત્યાં અવરજવર વધુ હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું જણાવાયું છે. આથી પોલીસ હવે બંને સ્થળો વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ અને અન્ય કયા ગુનાઓમાં આ ટોળકી સંડોવાયેલી છે તેની તપાસ કરી રહી છે.

ઝડપાયેલા આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસની વિગતો સામે આવી

પોલીસે ઇમરાન સૈયદના ઘરેથી બ્લેક સ્પ્રે, ગેસ કટરની નોઝલ પાઇપ, રબર પાઇપ અને પ્રોસેસ વાલ્વ સહિતનાં સાધનો જપ્ત કર્યાં છે. આ ઉપરાંત, જોલવા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલી કાર પણ કબજે કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં પોલીસે કુલ ₹5,97,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હરિયાણાની મેવાત ગેંગ સાથે સંકળાયેલા અન્ય ચાર આરોપીઓ હજુ ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલુ છે.

હાલ પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ અને જપ્ત કરાયેલા સાધનોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. એટીએમ ચોરી માટેની તૈયારી, રેકી અને અન્ય સંભવિત ગુનાઓમાં આરોપીઓની ભૂમિકા અંગે વધુ વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Tarsadi Kosamba Rotary Club Navratri : તરસાડી-કોસંબા રોટરી ક્લબની અનોખી પહેલ! નવરાત્રિમાં 51 દીકરીઓનું પૂજન કરી અપાયો નારીશક્તિનો સંદેશ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે