Get News Alerts

Never miss breaking news updates.

Sabarkantha: જિલ્લા પોલીસ દ્વારા ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોનું પૂજન કરાયું

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
Kunjan ShuklaUpdated on: 20 Oct 2026 03:42 PM IST
Sabarkantha: જિલ્લા પોલીસ દ્વારા ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોનું પૂજન કરાયુંSabarkantha: જિલ્લા પોલીસ દ્વારા ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોનું પૂજન કરાયું

Sabarkantha

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માતા જગદંબાના ચરણોમાં શીશ નમાવી શસ્ત્રોનું પૂજન કરી જિલ્લાના નાગરિકોની સુરક્ષા, સેવા અને શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓએ મા જગદંબાના ચરણોમાં શીશ નમાવી શસ્ત્રોની પૂજા કરી

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓએ ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોનું પૂજન કર્યું હતું. દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની પરંપરાને અનુસરીને પોલીસ અધિકારીઓએ માતા જગદંબાના ચરણોમાં શીશ નમાવી શસ્ત્રોની પૂજા કરી હતી.

પોલીસના વાહનો, હોર્સ અને ડોગનું પણ પૂજન કરવામાં આવ્યું

આ સાથે પોલીસના વાહનો, હોર્સ અને ડોગનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષા કરવા માટે શક્તિ મળે તેમજ જિલ્લામાં સેવા, સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આમ, વિજયાદશમીના પાવન પર્વે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરી ફરજ પ્રત્યેની નિષ્ઠા અને નાગરિકોની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Surat News: દિવાળી અને લગ્નપ્રસંગ ટાણે તસ્કરોનો તરખાટ, પાલોદમાં 20 લાખથી વધુની મત્તાની ચોરી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.