Get News Alerts

Never miss breaking news updates.

Rajkot : વેલનેસ સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, 6 યુવતીઓને મુક્ત કરાવાઈ

Rajkot : રાજકોટમાં વેલનેસ સ્પાની આડમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે યાજ્ઞિક રોડ પર આવેલા સનશાઈન વેલનેસ સ્પા સેન્ટરમાં દરોડો પાડ્યો.
Kunjan ShuklaUpdated on: 26 Sep 2026 01:13 PM IST
Rajkot : વેલનેસ સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, 6 યુવતીઓને મુક્ત કરાવાઈRajkot : વેલનેસ સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, 6 યુવતીઓને મુક્ત કરાવાઈ

Rajkot

Rajkot : રાજકોટમાં વેલનેસ સ્પાની આડમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે યાજ્ઞિક રોડ પર આવેલા સનશાઈન વેલનેસ સ્પા સેન્ટરમાં દરોડો પાડી છ યુવતીઓને મુક્ત કરાવી છે. આ કાર્યવાહી બાદ સ્પા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે ડમી ગ્રાહક મોકલીને સ્પામાં રેડની કાર્યવાહી કરી

મળતી માહિતી મુજબ, ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે ચાલતા સનશાઈન વેલનેસ સ્પા સેન્ટર પર નજર રાખવામાં આવી હતી. સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતીના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

ત્યારબાદ પોલીસે ડમી ગ્રાહક મોકલીને સ્પામાં રેડની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન પોલીસને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી મળી હતી અને સ્પામાંથી 6 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે આ મામલે સ્પા સંચાલક આરોપી શંકર અર્જુનભાઈ સોની વિરુદ્ધ ધી ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 8,500નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની આ કાર્યવાહીથી રાજકોટમાં સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બનતી હોવાનો સંકેત મળ્યો છે. પોલીસ દ્વારા હવે આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને મુક્ત કરાયેલી યુવતીઓને અહીં કેવી રીતે લાવવામાં આવી હતી તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા વધુ કડક ચેકિંગ કરવામાં આવે તેવી પણ માગ ઉઠી છે.

આ પણ વાંચો : Bhavnagar : રેલવે ક્વાર્ટરમાં ચાલતી નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો મુખ્ય આરોપી ઝડપાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.