Rajkot News: જસદણના કરમાળકોટડા ગામે કપાસના ખેતરમાંથી ગાંજાના 3 છોડ ઝડપાયા, રૂપિયા 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત


Rajkot News
Rajkot News: જસદણના કરમાળકોટડા ગામે કપાસના ખેતરમાંથી ગાંજાના 3 છોડ ઝડપાયા, રૂપિયા 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત


Rajkot News
Rajkot News: રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે જસદણના આટકોટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કરમાળકોટડા ગામની સીમમાં દરોડો પાડીને ગાંજાના ત્રણ છોડ ઝડપી પાડ્યા છે. કપાસના ખેતરમાંથી મળી આવેલા ગાંજાના છોડ સહિત કુલ 10 કિલો 485 ગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 5.24 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ મામલે પોલીસે લાભુભાઈ કરશનભાઈ ચાવડા સામે કાર્યવાહી હાથ ધરી છે.
ખેતરમાં ગાંજાના ત્રણ છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું
મળતી માહિતી મુજબ, રાજકોટ ગ્રામ્ય SOG પોલીસને મળેલી માહિતીના આધારે કરમાળકોટડા ગામની સીમમાં આવેલા કપાસના ખેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખેતરમાં ગાંજાના ત્રણ છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ગાંજાના છોડ કબજે કર્યા હતા અને વજન સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી લાભુભાઈ કરશનભાઈ ચાવડાએ પોતાના અંગત ઉપયોગ માટે ગાંજાના છોડ વાવ્યા હોવાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી લાંબા સમયથી ગાંજો પીવાની ટેવ ધરાવતા હોવાની પણ માહિતી મળી છે.
રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ શરૂ કરી
પોલીસ તપાસમાં આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઈતિહાસ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ગાંજાના છોડ ક્યાંથી લાવવામાં આવ્યા હતા, કેટલા સમયથી તેનું વાવેતર કરવામાં આવતું હતું અને આ મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે. ગેરકાયદે માદક પદાર્થોના વાવેતર અને ઉપયોગ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આ કેસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.





