Rajkot: 76 વર્ષીય મહિલાના અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર



Rajkot
Rajkot: 76 વર્ષીય મહિલાના અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર



Rajkot
Rajkot: રાજકોટમાં 76 વર્ષીય મહિલાના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસમાં આરોપી રમેશ વૈધુકીયાના 8 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા ઘટનાક્રમના મહત્વના પુરાવા એકત્રિત કરવા સહિતની વિવિધ કાર્યવાહી કરવામાં આવશે.
8 દિવસના રિમાન્ડ મંજૂર
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આરોપી રમેશ વૈધુકીયાના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીની પૂછપરછ કરી ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરશે.
ડમી મહિલાને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન
તપાસ દરમિયાન પોલીસ દ્વારા ડમી મહિલાને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા ઘટનાસ્થળ અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ ચોક્કસ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આરોપીનો મેડિકલ અને માનસિક તપાસ રિપોર્ટ
પોલીસ દ્વારા આરોપીનો માનસિક રોગના તબીબ પાસે રિપોર્ટ પણ કરાવવામાં આવશે. આરોપીની માનસિક સ્થિતિ અંગે તબીબી મૂલ્યાંકન કરવામાં આવશે.
ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે
પોલીસે ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી રિક્ષા કબજે કરી છે. આ રિક્ષાને વધુ પરીક્ષણ અને વૈજ્ઞાનિક તપાસ માટે FSL ખાતે મોકલવામાં આવશે.
CCTV ફૂટેજ પણ મહત્વનો પુરાવો
પોલીસ દ્વારા સાત હનુમાનથી લઈને આજીડેમ સુધીના રસ્તા પરના CCTV ફૂટેજ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીની અવરજવર અને ઘટનાક્રમ અંગે મહત્વની કડી CCTVમાંથી મળી શકે છે.
અગાઉ ત્રણ હત્યાના કેસમાં નિર્દોષ જાહેર
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી રમેશ વૈધુકીયા અગાઉ ત્રણ હત્યાના ગુનાઓમાં આરોપી રહી ચૂક્યો છે, જોકે પુરાવાના અભાવે તેને અગાઉના કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
પુરાવા એકત્ર કરવા પોલીસની કવાયત
હાલના ચોથા હત્યાના કેસમાં તપાસ મજબૂત બનાવવા માટે ભક્તિનગર પોલીસ દ્વારા એક-એક પુરાવો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ ઘટનાને લગતા વૈજ્ઞાનિક અને ડિજિટલ પુરાવા મજબૂત રીતે એકત્રિત કરવાનો છે, જેથી તપાસને કાયદેસર રીતે મજબૂતી મળી શકે.
આ પણ વાંચો : Surat Flood: ખાડી પૂરના ખતરા સામે તંત્ર સક્રિય, ખાડી ઊંડી-પહોળી કરવાની કામગીરી શરૂ




