PM Modi એ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ


PM Modi એ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
PM Modi એ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ


PM Modi એ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
PM Modi : આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતાનગર ખાતે પહોંચ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
સરદાર પટેલની 151મી જન્મજયંતીએ એકતાનગર પહોંચ્યા PM મોદી
વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં સહભાગી થઈને સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને યાદ કરશે. સાંજે 5:30 વાગ્યાથી યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં પણ તેઓ હાજરી આપશે. આ પરેડમાં વિવિધ સુરક્ષા દળો અને રાજ્ય પોલીસના જવાનો પોતાની શિસ્ત અને ક્ષમતાનું પ્રદર્શન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ પણ કરવામાં આવશે.
ત્યારબાદ તેઓ નવી વિસ્ટાડોમ બસમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટની મુલાકાતે જશે. સવારે 9:40થી 10 વાગ્યા દરમિયાન રેન ફોરેસ્ટ પ્રોજેક્ટની મુલાકાત અને ત્યારબાદ સવારે 10થી 10:30 વાગ્યા દરમિયાન વામન વૃક્ષ વાટિકાની મુલાકાતનો કાર્યક્રમ નિર્ધારિત છે.
રેન ફોરેસ્ટ અને બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લેશે PM મોદી
આ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન બપોરથી સાંજ સુધી સર્કિટ હાઉસ ખાતે રોકાશે. સાંજે 5:15 વાગ્યે તેઓ એકતા પથ જવા રવાના થશે અને 5:30થી 7:40 વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. પરેડમાં વિવિધ સુરક્ષા દળોની ટુકડીઓ, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને દેશની વિવિધતાને દર્શાવતી ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.
ત્યારબાદ રાત્રે 9:10 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. સરદાર પટેલે દેશના રજવાડાંઓના એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાતી આ ઉજવણી દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





