PM Modi Inaugurates Multiple Projects : એકતાનગરને ₹426.71 કરોડના વિકાસકાર્યોની ભેટ, PM મોદીના હસ્તે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું


PM Modi Inaugurates Multiple Projects, વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
PM Modi Inaugurates Multiple Projects : એકતાનગરને ₹426.71 કરોડના વિકાસકાર્યોની ભેટ, PM મોદીના હસ્તે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું


PM Modi Inaugurates Multiple Projects, વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
PM Modi Inaugurates Multiple Projects : વડાપ્રધાનના હસ્તે એકતાનગરમાં રૂ. 426.71 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને નિર્માણ થનારા કુલ 31 પ્રવાસન તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ એકતાનગરમાં પ્રવાસન સુવિધાઓ વધારવા, માળખાકીય સુવિધાઓ સુધારવા અને પ્રવાસીઓને વધુ સારો અનુભવ આપવાનો છે.
સરદાર પટેલની જન્મજયંતીએ એકતાનગરમાં વિકાસકાર્યોની ભેટ
આ વિકાસકાર્યોમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણો ઊભાં કરવા ઉપરાંત પાયાની સુવિધાઓને વધુ આધુનિક બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. લોકાર્પણ કરાયેલા પ્રોજેક્ટ્સમાં આશરે રૂ. 50 કરોડના ખર્ચે તૈયાર થયેલી IRCTC હોટલ, રૂ. 16 કરોડની એકતા ક્રૂઝ, રૂ. 14.30 કરોડનો રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ અને રૂ. 3.67 કરોડનો ઇકો ટ્રેલ જેવા પ્રવાસન આકર્ષણોનો સમાવેશ થાય છે. આ સુવિધાઓથી એકતાનગરમાં પ્રવાસીઓ માટે નવા અનુભવો ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત નર્મદા ઘાટના વિકાસ અને નવીનીકરણ, સીવેજ તથા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફસાડ લાઇટિંગ અને પ્રવાસન સ્થળોની સુવિધાઓના વિકાસ જેવા પ્રોજેક્ટ્સ પણ આ યોજનાનો ભાગ છે. આ કામો દ્વારા એકતાનગરમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્રવાસન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન દ્વારા કેટલાક નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું
તેમાં ગોરા-ભદ્રા રોડનો વિકાસ, ઝીરો વેસ્ટ આધારિત સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ખલવાની ઇકો ટૂરિઝમ ડેવલપમેન્ટ તેમજ કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડનના સંકલિત વિકાસ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમને કારણે એકતાનગર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મહત્વનું પ્રવાસન સ્થળ બની રહ્યું છે. અહીં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્રવાસન આકર્ષણો, પરિવહન, સ્વચ્છતા અને અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
સરદાર પટેલની જન્મજયંતીના અવસરે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ્સથી એકતાનગરના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળવાની અપેક્ષા છે. સાથે જ સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારીની તકોને પણ પ્રોત્સાહન મળી શકે છે.આમ, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે એકતાનગરમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાતના પ્રવાસન અને માળખાકીય વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





