Ekta Nagar Rain Forest: રૂપિયા 9.49 કરોડના ખર્ચે 'રેઈન ફોરેસ્ટ' તૈયાર, 220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક બનશે મુખ્ય આકર્ષણ


Ekta Nagar Rain Forest
Ekta Nagar Rain Forest: રૂપિયા 9.49 કરોડના ખર્ચે 'રેઈન ફોરેસ્ટ' તૈયાર, 220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક બનશે મુખ્ય આકર્ષણ


Ekta Nagar Rain Forest
Ekta Nagar Rain Forest: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતાનગરમાં પ્રવાસીઓ માટે નવું આકર્ષણ વિકસાવવામાં આવ્યું છે. વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂપિયા 9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં ‘રેઈન ફોરેસ્ટ’ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે વિશ્વભરમાં જાણીતા એકતાનગરમાં વિકસાવવામાં આવેલો આ પ્રોજેક્ટ પ્રકૃતિ, જૈવવિવિધતા અને ઈકો-ટુરિઝમનો અનોખો અનુભવ કરાવશે. અહીં ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબાર ટાપુઓના વિવિધ પ્રદેશોમાં જોવા મળતી સદાબહાર વનસ્પતિની પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક મુખ્ય આકર્ષણ
રેઈન ફોરેસ્ટમાં આશરે 220 મીટર લાંબો ગ્લાસ ડેક ધરાવતો સ્કાયવોક બ્રિજ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બનશે. આ ઉપરાંત 5થી 8 મીટર ઊંચાઈ ધરાવતો ધોધ, સર્ક્યુલર તળાવ અને તેને જોડતા પુલો પણ વિકસાવવામાં આવ્યા છે. પ્રાકૃતિક પથ્થરોથી બનાવાયેલું વિશાળ પ્રવેશદ્વાર અને સુંદર વૉકિંગ ટ્રેલ્સ સ્થળની સુંદરતામાં વધારો કરશે.
શિક્ષણ અને મનોરંજનનો સંગમ
પ્રવાસીઓને વરસાદી જંગલોની ઈકોસિસ્ટમ, જૈવવિવિધતા અને વન સંરક્ષણ વિશે માહિતી આપવા માટે ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં નકશા, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડ દ્વારા શૈક્ષણિક માહિતી મેળવી શકાશે. બાળકો માટે રોક ક્લાઇમ્બિંગ વૉલ, સ્લાઇડ્સ, ટ્રી બાલ્કની અને હીંચકાઓ જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી એકતાનગરમાં ઇકો-ટુરિઝમને વેગ મળવાની સાથે સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે પણ આ સ્થળ ઉપયોગી બનશે. પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપતો આ પ્રોજેક્ટ એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં નવો ઉમેરો કરશે.
આ પણ વાંચો: Jio Platforms IPO: ઐતિહાસિક લિસ્ટિંગની ચોરવાડમાં ભવ્ય ઉજવણી, 25,000થી વધુ લોકોએ માણ્યું સમૂહ ભોજન





