Mehsana News: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલનો વીજ સંકટ અંગે રણદીપ સૂરજેવાલાના નિવેદન પર પલટવાર, કહ્યું 'સરકાર ખેડૂતોની વહારે રહેશે'


Mehsana News
Mehsana News: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલનો વીજ સંકટ અંગે રણદીપ સૂરજેવાલાના નિવેદન પર પલટવાર, કહ્યું 'સરકાર ખેડૂતોની વહારે રહેશે'


Mehsana News
Mehsana News: ગુજરાતમાં વીજ સંકટને લઈને રાજકીય નિવેદનબાજી તેજ બની છે. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાના નિવેદન સામે રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે પલટવાર કર્યો છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સંકટના સમયે કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું કામ કરે છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સરકાર તેમની વહારે આવશે.
ઓછા વરસાદના કારણે વીજળીની ખપતમાં વધારો થયો
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અલ નીનોની અસરને કારણે દેશમાં ઓછો વરસાદ થયો છે. ઓછા વરસાદના કારણે વીજળીની ખપતમાં વધારો થયો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં કોંગ્રેસે કોઈપણ પ્રકારની ખોટી ચિંતા કરવાની જરૂર નથી. સરકાર ખેડૂતોની મુશ્કેલીઓના નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે અને જરૂરિયાતના સમયે ખેડૂતોની સાથે ઊભી રહેશે.
મંત્રીના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક રાજ્યમાં પ્રજાભિમુખ અભિગમ સાથે કામ કરી રહી છે. લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર સતત મનોમંથન કરે છે. આ ઉપરાંત, સંગઠનના કાર્યકરો પણ મુશ્કેલ સમયમાં પ્રજાની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહેશે.
કોંગ્રેસ પક્ષ હવે સંપૂર્ણપણે વામપંથી વિચારધારાનો પક્ષ બની ગયો
કોંગ્રેસ પર વધુ પ્રહાર કરતાં ઋષિકેશ પટેલે કહ્યું કે વિકાસ માટે વિપક્ષ તરફથી આપવામાં આવતા સારા સૂચનોને સરકાર ચોક્કસ સ્વીકારશે. જોકે, તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ હવે સંપૂર્ણપણે વામપંથી વિચારધારાનો પક્ષ બની ગયો છે. તેમણે એમ પણ જણાવ્યું કે દેશની લોકશાહીમાં જનાદેશના આધારે જ સત્તા પરિવર્તન શક્ય બને છે. ગુજરાતમાં વીજળીની ઉપલબ્ધતા અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે હવે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: GSRTC Diwali Special Buses: દિવાળીના તહેવાર માટે ગુજરાત ST નિગમની મોટી ભેટ, 2,400 એક્સ્ટ્રા બસો દોડાવાશે





