GSRTC Diwali Special Buses: દિવાળીના તહેવાર માટે ગુજરાત ST નિગમની મોટી ભેટ, 2,400 એક્સ્ટ્રા બસો દોડાવાશે


GSRTC Diwali Special Buses
GSRTC Diwali Special Buses: દિવાળીના તહેવાર માટે ગુજરાત ST નિગમની મોટી ભેટ, 2,400 એક્સ્ટ્રા બસો દોડાવાશે


GSRTC Diwali Special Buses
GSRTC Diwali Special Buses: દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોના વધતા ધસારાને પહોંચી વળવા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આશરે 2,400 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આ વધારાની બસો દ્વારા 8,000થી વધુ એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરાયું છે, જેથી મુસાફરો સરળતાથી પોતાના વતન અને ગંતવ્ય સ્થાને પહોંચી શકે.
4થી 7 નવેમ્બર વધારાની બસો દોડાવાશે
નિગમ દ્વારા આગામી 4થી 7 નવેમ્બર દરમિયાન નિયમિત બસ સેવાઓ ઉપરાંત વધારાની બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરોને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર સહિતનાં શહેરો તરફ મુસાફરી કરતા લોકોને તેનો લાભ મળશે.
મુસાફરોને મળશે સુવિધાનો લાભ
સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના રત્નકલાકારો તેમજ પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ જતા નાગરિકો માટે આ વધારાની બસો રાહતરૂપ બનશે. દિવાળીના તહેવારમાં લોકો પરિવાર સાથે પર્વની ઉજવણી કરવા વતન જતા હોવાથી બસોમાં ભારે ભીડ રહેતી હોય છે. આવા સમયે વધારાની બસો મુસાફરોની અવરજવરને સરળ બનાવવામાં મદદરૂપ થશે.
આ રીતે ટિકિટ બુકિંગ કરી શકાશે
મુસાફરો આ બસોનો લાભ લઈ શકે તે માટે GSRTCની વિભાગીય કચેરીઓ અને ડેપો ઉપરાંત અધિકૃત વેબસાઇટ www.gsrtc.in પર એડવાન્સ તેમજ કરંટ ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, બસના સંચાલન, સમયપત્રક અને અન્ય માહિતી માટે મુસાફરો નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર 24 કલાક સંપર્ક કરી શકશે. દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક પરિવહન સેવા મળી રહે તે માટે નિગમ દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: Aravalli News: સરકારી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિનો આક્ષેપ, ઘઉંના બારદાનમાં ખાતર અને દાળ ભર્યાનો પર્દાફાશ





