Get News Alerts

Never miss breaking news updates.

Mahisagar News: ગરીયા ગામે હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યાનો ખુલાસો

Mahisagar News: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગરીયા ગામે પ્રવીણભાઈ વણકરની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Kunjan ShuklaUpdated on: 19 Oct 2026 04:50 PM IST
Mahisagar News: ગરીયા ગામે હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યાનો ખુલાસોMahisagar News: ગરીયા ગામે હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યાનો ખુલાસો

Mahisagar News

Mahisagar News: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગરીયા ગામે પ્રવીણભાઈ વણકરની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકની પત્ની મનીષા વણકરે પોતાના પ્રેમી હિતેશ પટેલ સાથે મળીને પતિની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ગુનાનો ભેદ ઉકેલવા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી

મળતી માહિતી મુજબ, ગરીયા ગામે થોડા દિવસ અગાઉ પ્રવીણભાઈ વણકરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો મળી આવી હતી. પોલીસ તપાસ અનુસાર, મૃતકની પત્ની મનીષા વણકરે પોતાના પ્રેમી અને કોલવણ ગામના રહેવાસી હિતેશ પટેલ સાથે મળીને ઘરમાં જ પ્રવીણભાઈ પર હુમલો કર્યો હતો. બંનેએ લાકડી અને કપડાં ધોવાના ધોકા વડે પ્રવીણભાઈની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ત્યારબાદ મૃતદેહને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી

આ કેસમાં વધુ તપાસ દરમિયાન હિતેશ પટેલે મનીષાને મોબાઈલ ફોન લઈ આપ્યો હોવાની વિગતો પણ બહાર આવી છે. બંને આ મોબાઈલ ફોનના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહેતા હોવાની માહિતી પોલીસ તપાસમાં મળી છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો દોર આગળ વધારતાં મનીષા વણકર અને હિતેશ પટેલને ઝડપી પાડ્યા છે. ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. હાલમાં બંને આરોપીઓની ભૂમિકા, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાને લગતી અન્ય કડીઓ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કેસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: Ahmedabad: ગરબાના નામે નકલી ટિકિટ-પાસ વેચતી ગેંગનો પર્દાફાશ, રાજસ્થાનથી બે આરોપીઓ ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.