Kutch: દરિયાકાંઠે મરીન કમાન્ડોની સઘન ચેકિંગ ડ્રાઈવ, દરિયાઈ સુરક્ષા સઘન બનાવાઈ


Kutch
Kutch: દરિયાકાંઠે મરીન કમાન્ડોની સઘન ચેકિંગ ડ્રાઈવ, દરિયાઈ સુરક્ષા સઘન બનાવાઈ


Kutch
Kutch: કચ્છના દરિયાકાંઠે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન કમાન્ડો અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જખૌ સેક્ટરમાં યક્ષ મંદિરથી સુથરી સુધીના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને વિવિધ સ્થળોએ બોટની તપાસ કરવામાં આવી હતી. દરિયાઈ માર્ગે થતી ગતિવિધિઓ પર નજર રાખવા સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી છે.
પરત ફરતી બોટોની તપાસ કરવામાં આવી
મળતી માહિતી મુજબ, મરીન ટાસ્ક ફોર્સની અલગ-અલગ ટીમો દ્વારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પિંગલેશ્વર, કમંડ અને કડુલી સહિતના દરિયાઈ વિસ્તારોમાં બોટ ચેકિંગ હાથ ધરી માછીમારી માટે દરિયામાં જતી અને પરત ફરતી બોટોની તપાસ કરવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય હેતુ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર સમયસર નજર રાખવાનો છે.
સુરક્ષા તંત્રને સહયોગ આપવા અપીલ
ચેકિંગ ડ્રાઈવ દરમિયાન માછીમારોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. દરિયામાં માછીમારી કરતી વખતે કોઈ શંકાસ્પદ બોટ, અજાણ્યા વ્યક્તિ અથવા અસામાન્ય ગતિવિધિ જોવા મળે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જણાવાયું છે. દરિયાઈ સુરક્ષામાં માછીમારોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવાથી તેમને સતર્ક રહેવા અને સુરક્ષા તંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
મરીન ટાસ્ક ફોર્સની આ કામગીરીથી દરિયાઈ વિસ્તારમાં દેખરેખ વધુ સઘન બનાવવામાં આવી
કચ્છનો દરિયાકાંઠો વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હોવાથી સુરક્ષા એજન્સીઓ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવે છે. મરીન ટાસ્ક ફોર્સની આ કામગીરીથી દરિયાઈ વિસ્તારમાં દેખરેખ વધુ સઘન બનાવવામાં આવી છે. આગામી સમયમાં પણ દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ અને તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાકાંઠાની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Kutchમાં વીજ સંકટની સ્થિતિ,'ઓક્ટોબર હીટ'ના કારણે વીજળીની માગમાં મોટો વધારો થયો





