Get News Alerts

Never miss breaking news updates.

Junagadh News: જૂનાગઢમાં જળ સંકટ ટળ્યું! ઉનાળા સુધી પીવાના પાણીની કટોકટી નહીં સર્જાય, આણંદપુર ડેમ 75%થી વધુ ભરેલો

Junagadh News: જૂનાગઢ શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળસ્રોતોમાં આણંદપુર ડેમ 75 ટકાથી વધુ ભરેલો છે.
Kunjan ShuklaUpdated on: 22 Oct 2026 07:28 PM IST
Junagadh News: જૂનાગઢમાં જળ સંકટ ટળ્યું! ઉનાળા સુધી પીવાના પાણીની કટોકટી નહીં સર્જાય, આણંદપુર ડેમ 75%થી વધુ ભરેલોJunagadh News: જૂનાગઢમાં જળ સંકટ ટળ્યું! ઉનાળા સુધી પીવાના પાણીની કટોકટી નહીં સર્જાય, આણંદપુર ડેમ 75%થી વધુ ભરેલો

Junagadh News

Junagadh News: જૂનાગઢ શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળસ્રોતોમાં આણંદપુર ડેમ 75 ટકાથી વધુ ભરેલો છે, જ્યારે ઓઝત-2 ડેમમાં 26 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બીજી તરફ, જિલ્લાના કેટલાક ડેમોમાં પાણીનો જથ્થો ઓછો હોવા છતાં સૌની યોજના મારફતે પાણીની આવક થવાની શક્યતાને કારણે ઉનાળા દરમિયાન પીવાના પાણીની કટોકટી નહીં સર્જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ત્રણ ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો

મળતી વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લાના કુલ 14 ડેમોમાંથી સાત ડેમ 50 ટકાથી ઓછા ભરેલા છે, જ્યારે ત્રણ ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. બે ડેમમાં તળિયું ઢંકાય એટલું જ પાણી બચ્યું છે. જ્યારે ગોરવિયાળી અને ટીકર ડેમ સંપૂર્ણપણે તળિયાઝાટક હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણીના સંગ્રહ અને આગામી દિવસોમાં પાણીની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ બની રહેશે.

આણંદપુર ડેમમાં સારો જળનો જથ્થો ઉપલબ્ધ

હાલ સૌની યોજના અંતર્ગત પાણી પહોંચાડતી પાઈપલાઈનોના મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ યોજના મારફતે જળાશયોમાં પાણી ઠલવવામાં આવશે. પરિણામે પાણીના સ્તરમાં વધારો થવાની અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળવાની શક્યતા છે. જૂનાગઢ શહેરની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આણંદપુર અને ઓઝત-2 ડેમની સ્થિતિ મહત્વપૂર્ણ છે. આણંદપુર ડેમમાં સારો જળજથ્થો ઉપલબ્ધ હોવાને કારણે રાહત મળી રહી છે, જ્યારે ઓઝત-2 ડેમમાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી આગામી સમયમાં પાણીની આવક પર નજર રહેશે. સૌની યોજનાની કામગીરી પૂર્ણ થયા બાદ જળાશયોમાં પાણીનો જથ્થો વધે તો ઉનાળા દરમિયાન શહેરના નાગરિકોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે તેવી આશા છે.

આ પણ વાંચો: GSRTC Diwali Special Buses: દિવાળીના તહેવાર માટે ગુજરાત ST નિગમની મોટી ભેટ, 2,400 એક્સ્ટ્રા બસો દોડાવાશે

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.