Get News Alerts

Never miss breaking news updates.

Junagadh: ઝાંઝરડા ગામમાં કચરામાં ભીષણ આગ, અંડરગ્રાઉન્ડ વીજ કેબલ બળીને ખાખ, મોડી રાત સુધી પાવર કાપની શક્યતા

Junagadh: નૈઋત્ય એપાર્ટમેન્ટ નજીક કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વોંકળામાંથી પસાર થતા કેબલ પણ આગની લપેટમાં આવી ગયા હતા.
Kunjan ShuklaUpdated on: 18 Oct 2026 05:39 PM IST
Junagadh: ઝાંઝરડા ગામમાં કચરામાં ભીષણ આગ, અંડરગ્રાઉન્ડ વીજ કેબલ બળીને ખાખ, મોડી રાત સુધી પાવર કાપની શક્યતાJunagadh: ઝાંઝરડા ગામમાં કચરામાં ભીષણ આગ, અંડરગ્રાઉન્ડ વીજ કેબલ બળીને ખાખ, મોડી રાત સુધી પાવર કાપની શક્યતા

Junagadh

Junagadh: જૂનાગઢના ઝાંઝરડા ગામમાં આયુષ હોસ્પિટલ સામે આવેલા વોંકળામાં કચરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નૈઋત્ય એપાર્ટમેન્ટ નજીક કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વોંકળામાંથી પસાર થતા કેબલ પણ આગની લપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ બળીને ખાખ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને અંધારપટ છવાઈ ગયો હતો.

આગના કારણે અંડરગ્રાઉન્ડ વીજ કેબલને ભારે નુકસાન પહોંચ્યું

મળતી માહિતી મુજબ, ઝાંઝરડા ગામમાં આયુષ હોસ્પિટલ સામે વોંકળામાં કચરામાં આગ લાગી હતી. આગ ધીમે ધીમે વિકરાળ બનતાં નજીકમાંથી પસાર થતા વીજ કેબલ સુધી પહોંચી હતી. આગના કારણે અંડરગ્રાઉન્ડ વીજ કેબલને ભારે નુકસાન પહોંચ્યું હતું. પરિણામે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. અચાનક વીજળી ગુલ થતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વીજ કંપનીની ટીમ સમારકામમાં લાગી

ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, આગને કારણે વીજ કેબલ અને વાયરો બળી જતાં સમારકામની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. નુકસાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં સમય લાગશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, મોડી રાત સુધી વિસ્તારમાં પાવર કાપ રહેવાની શક્યતા હોવાથી રહીશોને વધુ સમય સુધી વીજળી વિના રહેવું પડી શકે છે.

રહીશોને ધીરજ રાખવા અપીલ

વીજ કંપની દ્વારા સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કંપનીએ સ્થાનિક રહીશોને ધીરજ રાખવા અપીલ કરી છે. કચરામાં લાગેલી આગને કારણે વીજ કેબલને થયેલા નુકસાનથી સમગ્ર વિસ્તારમાં વીજ વ્યવસ્થા ખોરવાઈ છે. હવે સમારકામ પૂર્ણ થયા બાદ જ વીજ પુરવઠો સામાન્ય બની શકશે.

આ પણ વાંચો: Saffron Farming in Amreli: અમરેલીમાં બિલ્ડિંગના બીજા માળે કેસરની ખેતી! 20 લાખના ખર્ચે તૈયાર કર્યું આધુનિક સેટઅપ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.