Jamnagar: 2 કરોડથી વધુ કિંમતના દારૂનો નાશ, 54 હજારથી વધુ બોટલો પર ફેરવાયું બુલડોઝર


Jamnagar
Jamnagar: 2 કરોડથી વધુ કિંમતના દારૂનો નાશ, 54 હજારથી વધુ બોટલો પર ફેરવાયું બુલડોઝર


Jamnagar
Jamnagar: જામનગરમાં પોલીસ દ્વારા દારૂના મોટા જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર ગ્રામ્ય વિસ્તાર અને લાલપુર હેઠળનાં પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓમાં ઝડપાયેલા દારૂના મુદ્દામાલનો આર.ટી.ઓ. પાસે આવેલી સરકારી જમીન પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન અંદાજે 54,991થી વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા દારૂની કુલ કિંમત રૂ. 2,03,74,157 હોવાનું જણાવાયું છે.
રેન્જ આઈજીની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કાર્યવાહી
દારૂના મુદ્દામાલનો નાશ રેન્જ આઈજીની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા દારૂનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નિકાલ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ
આ કાર્યવાહી દરમિયાન જામનગર ગ્રામ્યના ડીવાયએસપી સહિત સંબંધિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા દારૂબંધી સંબંધિત ગુનાઓમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવતાં મોટી માત્રામાં દારૂનો જથ્થો નિકાલ કરવામાં આવ્યો હતો.
પોલીસની આ કાર્યવાહી દારૂબંધીના કાયદાના અમલ અને જપ્ત કરાયેલા મુદ્દામાલના નિકાલની પ્રક્રિયાનો ભાગ છે.






