Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar ના બેડીમાં અથડામણ બાદ પોલીસનું કડક એક્શન, આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યુ

Jamnagar ના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 10 Sep 2026 08:35 AM IST
Jamnagar ના બેડીમાં અથડામણ બાદ પોલીસનું કડક એક્શન, આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યુJamnagar ના બેડીમાં અથડામણ બાદ પોલીસનું કડક એક્શન, આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યુ

jamnagar bedi police

Jamnagar : પ્રાથમિક માહિતી મુજબ કોઈ મુદ્દે થયેલી બોલાચાલી બાદ બંને જૂથ સામસામે આવી ગયા હતા અને મામલો ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે છૂટાહાથે મારામારી થઈ હોવાની માહિતી સામે આવી છે.

અથડામણ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની પણ વિગતો સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસનું ધ્યાન આ મામલા તરફ ગયું હતું. વાયરલ વીડિયોને આધારે પોલીસે ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી.

બે જૂથ વચ્ચે મારામારી-પથ્થરમારો થયો હતો

જામનગર સિટી બી પોલીસ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિટી બી પોલીસ સ્ટેશનના PI એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઘટનાની તપાસ શરૂ કરી હતી અને વાયરલ થયેલા વીડિયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ ઘટનામાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછ અને ઘટનાની હકીકત જાણવા માટે તેને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. રિકન્સ્ટ્રક્શનના આધારે અથડામણ કયા સંજોગોમાં થઈ અને ઘટનામાં કોણ-કોણ સામેલ હતું તે અંગે પોલીસ વધુ માહિતી એકત્ર કરી રહી છે. હાલ પોલીસે મારામારી પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ તેજ કરી છે. શરૂઆતમાં બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ વિવાદનું મૂળ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ

આ ઉપરાંત વાયરલ વીડિયોમાં દેખાતા તેમજ ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની ઓળખ કરવા માટે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કરી રહી છે. બેડી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે પણ ચર્ચા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હાલ સિટી બી પોલીસ દ્વારા એક આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારામારી અને પથ્થરમારાની આ ઘટનામાં વધુ કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તથા અથડામણ પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગેની તપાસ હજુ ચાલુ છે.

આ પણ વાંચો : Amreli માં 5 વર્ષના બાળકનું અપહરણ, 15 કલાકમાં 170 CCTV ફૂટેજ ચકાસી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.