Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar LCB એ સોની વેપારીઓ સાથે ઠગાઈ કરનાર બે આરોપીને ઝડપ્યા, ઘરે પત્નીને દાગીના બતાવવા છે તેમ કહી છેતરપિંડી કરતા

Jamnagar LCB : સોની વેપારીઓનો વિશ્વાસ કેળવી લાખોની કિંમતના સોનાના દાગીનાની ઠગાઈ કરવાના મામલાનો જામનગર LCBએ પર્દાફાશ કર્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 30 Aug 2026 09:49 AM IST
Jamnagar LCB એ સોની વેપારીઓ સાથે ઠગાઈ કરનાર બે આરોપીને ઝડપ્યા, ઘરે પત્નીને દાગીના બતાવવા છે તેમ કહી છેતરપિંડી કરતાJamnagar LCB એ સોની વેપારીઓ સાથે ઠગાઈ કરનાર બે આરોપીને ઝડપ્યા, ઘરે પત્નીને દાગીના બતાવવા છે તેમ કહી છેતરપિંડી કરતા

Jamnagar LCB

Jamnagar LCB : પોલીસે આ સમગ્ર મામલે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.17.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની ઓળખ સુરેશભાઈ ઠાકકર અને જગદીશ ભટ્ટ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીઓ અલગ-અલગ શહેરોમાં દુકાન રાખીને સોની વેપારીઓ સાથે ઓળખાણ અને વિશ્વાસ કેળવતા હતા.

ત્યારબાદ સોની વેપારીઓ પાસેથી દાગીના મેળવવા માટે એક ખાસ તરકીબ અપનાવતા હતા. આરોપીઓ સોની વેપારીને એવું કહેતા કે તેઓ પોતાની પત્નીને ઘરે સોનાના દાગીના બતાવવા માંગે છે. આ બહાને દાગીના લઈ ગયા બાદ તેને પરત આપ્યા વગર ઠગાઈ કરતા હોવાનો આક્ષેપ છે.

રૂ.17.69 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

આ જ રીતે રાજકોટના એક સોની વેપારી પાસેથી રૂ.7.59 લાખની કિંમતના સોનાના દાગીનાની ઠગાઈ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. વધુ તપાસ દરમિયાન કાલાવડ અને ઉપલેટા વિસ્તારમાં પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

આરોપીઓ સુધી પહોંચવા માટે જામનગર LCBની ટીમે CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. વિવિધ સ્થળોના CCTV કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કર્યા બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. ત્યારબાદ પોલીસે ઠેબા ચોકડી પાસેથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી 120 ગ્રામથી વધુ સોનાના દાગીના, બે મોબાઈલ ફોન અને એક બાઈક સહિત કુલ રૂ.17.69 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સોની વેપારીઓને બનાવ્યા ટાર્ગેટ

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અલગ-અલગ શહેરોમાં સોની વેપારીઓને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. એક શહેરમાં વેપારીઓ સાથે વિશ્વાસ કેળવ્યા બાદ અન્ય સ્થળે પણ સમાન પદ્ધતિથી દાગીના મેળવવામાં આવતા હોવાની માહિતી સામે આવી છે.

સમગ્ર કાર્યવાહી PI વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી. ભાટીયા અને LCBની ટીમ દ્વારા કરવામાં આવી છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા વેપારીઓને નિશાન બનાવ્યા છે અને તેમની પાસેથી કુલ કેટલા દાગીનાની ઠગાઈ કરવામાં આવી છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ આગળ વધતા આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Arvalli News : સરકારી નોકરી અપાવીશું કહી રૂ.88 લાખ પડાવ્યા, બંટી-બબલી સામે ગુનો નોંધી પોલીસે તપાસ કરી શરૂ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.