Get News Alerts

Never miss breaking news updates.

Vibrant Gujarat Global Summit: DyCM હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડેલિગેશન દક્ષિણ કોરિયા પહોંચ્યું, ટેક્સટાઈલ ક્ષેત્રે રોકાણ માટે આમંત્રણ

Vibrant Gujarat Global Summit: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે ઔદ્યોગિક સહયોગ વધારવાના હેતુથી રાજ્યનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયા પહોંચ્યું છે.
Kunjan ShuklaUpdated on: 22 Oct 2026 09:16 PM IST
Vibrant Gujarat Global Summit: DyCM હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડેલિગેશન દક્ષિણ કોરિયા પહોંચ્યું, ટેક્સટાઈલ ક્ષેત્રે રોકાણ માટે આમંત્રણVibrant Gujarat Global Summit: DyCM હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડેલિગેશન દક્ષિણ કોરિયા પહોંચ્યું, ટેક્સટાઈલ ક્ષેત્રે રોકાણ માટે આમંત્રણ

Vibrant Gujarat Global Summit

Vibrant Gujarat Global Summit: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે ઔદ્યોગિક સહયોગ વધારવાના હેતુથી રાજ્યનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયા પહોંચ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડેલિગેશને દક્ષિણ કોરિયાના અગ્રણી ટેક્સટાઈલ હબ દેગુ ખાતે 'ગુજરાત-કોરિયા ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી કો-ઓપરેશન રાઉન્ડટેબલ' બેઠકમાં ભાગ લીધો હતો.

પાઇલટ ફેસિલિટી અને ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત પણ લીધી

કોરિયા ટેક્સટાઈલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (KTDI) ખાતે યોજાયેલી આ બેઠકમાં ટેક્સટાઈલ મશીનરી, ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ, આધુનિક ટેકનોલોજી અને રોકાણની સંભવિત તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળે સંસ્થાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પાઇલટ ફેસિલિટી અને ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. DyCM હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત કપાસના ઉત્પાદનથી લઈને સ્પિનિંગ, ડેનિમ, સિન્થેટિક ફેબ્રિક્સ અને તૈયાર વસ્ત્રો સુધીની સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન ધરાવે છે. તેમણે દક્ષિણ કોરિયાની અદ્યતન ટેકનોલોજી અને ગુજરાતની વિશાળ ઉત્પાદન ક્ષમતાના સંયોજનથી વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવી તકો ઊભી થઈ શકે તેવી આશા વ્યક્ત કરી હતી.

કોરિયન કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું

તેમણે નવસારીમાં આશરે 1,142 એકરમાં વિકસી રહેલા પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કનો ઉલ્લેખ કરીને કોરિયન કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. સુરત એરપોર્ટ, હજીરા બંદર અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરની કનેક્ટિવિટી પણ રોકાણકારો માટે અનુકૂળ હોવાનું તેમણે જણાવ્યું હતું. બેઠકમાં ગુજરાત સરકારના અધિકારીઓ ઉપરાંત દક્ષિણ કોરિયાની ટેક્સટાઇલ મશીનરી અને ફેબ્રિક ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કુલ આશરે 28 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કોરિયન ઉદ્યોગસાહસિકો સાથે ટેકનિકલ આદાનપ્રદાન, વ્યાપારી ભાગીદારી અને સંયુક્ત સાહસોની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ હતી. આ પહેલથી ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે ટેક્સટાઇલ ક્ષેત્રે ઔદ્યોગિક સંબંધો મજબૂત બનવાની અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વધુ રોકાણની તકો ઊભી થવાની આશા છે.

આ પણ વાંચો: Junagadh News: જૂનાગઢમાં જળ સંકટ ટળ્યું! ઉનાળા સુધી પીવાના પાણીની કટોકટી નહીં સર્જાય, આણંદપુર ડેમ 75%થી વધુ ભરેલો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.