Gujarat Forest Staff Protest : ગીર સોમનાથમાં વનરક્ષક-વનપાલ કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતર્યા, પાંચ પડતર માગણીઓ મુદ્દે આંદોલન સક્રિય થયું

Gujarat Forest Staff Protest : ગુજરાતના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 28 Oct 2026 01:13 PM IST
Gujarat Forest Staff Protest : ગીર સોમનાથમાં વનરક્ષક-વનપાલ કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતર્યા, પાંચ પડતર માગણીઓ મુદ્દે આંદોલન સક્રિય થયુંGujarat Forest Staff Protest : ગીર સોમનાથમાં વનરક્ષક-વનપાલ કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતર્યા, પાંચ પડતર માગણીઓ મુદ્દે આંદોલન સક્રિય થયું

Gujarat Forest Staff Protest Girsomnath

Gujarat Forest Staff Protest : કર્મચારીઓ દ્વારા સામૂહિક રજા પર ઉતરવાની જાહેરાત સાથે વનવિભાગની કામગીરી અને વન્યજીવોની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ગાંધીનગર ખાતે આંદોલન કરવાની સ્થિતિ ઊભી થઈ છે.

વનરક્ષક અને વનપાલ કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં જોખમી ફરજ માટે રિસ્ક એલાઉન્સ આપવાનો મુદ્દો સામેલ છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, વન્યપ્રાણીઓની હાજરીવાળા વિસ્તારોમાં જીવના જોખમે ફરજ બજાવવી પડે છે. આવી પરિસ્થિતિમાં ફરજની જોખમી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને યોગ્ય સુરક્ષા ભથ્થું આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રજાના દિવસે ફરજ માટે યોગ્ય વળતર

કર્મચારીઓની બીજી માંગ રજાના દિવસે બજાવવામાં આવતી ફરજના વળતર અંગે છે. તેમના જણાવ્યા મુજબ, રજાના દિવસોમાં પણ ફરજ બજાવવી પડતી હોવાથી તેના બદલામાં નિયમો અનુસાર યોગ્ય રજા પગાર અથવા વળતર મળવું જોઈએ. વનરક્ષક અને વનપાલ વર્ગ-3ના કર્મચારીઓને અનુક્રમે ₹1,800 અને ₹2,400 ગ્રેડ પે મળતો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

બીજી તરફ, વનવિભાગના રોજમદાર વર્ગ-4ના કર્મચારીઓને ₹1,900 ગ્રેડ પે મળતો હોવાનો ઉલ્લેખ કરીને ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવાની માંગ કરવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે વિવિધ હોદ્દાઓના ગ્રેડ પેમાં રહેલી અસમાનતાની યોગ્ય સમીક્ષા કરીને ન્યાયસંગત નિર્ણય લેવો જોઈએ.

બદલી અને પ્રમોશનના પ્રશ્નોનો ઉકેલ માગ્યો

વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ લાંબા સમયથી પડતર બદલીના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પણ માંગ કરી છે. આ ઉપરાંત, વનપાલની સીધી ભરતી બંધ કરીને 10થી 15 વર્ષનો અનુભવ ધરાવતા વનરક્ષકોને પ્રમોશન દ્વારા વનપાલ બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે.

કર્મચારીઓના જણાવ્યા મુજબ, વિવિધ સ્તરે રજૂઆતો છતાં માંગણીઓનો ઉકેલ ન આવતાં ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. કર્મચારીઓની માંગણીઓ અંગે સરકાર અને વનવિભાગ શું નિર્ણય લે છે તેના પર હવે સૌની નજર રહેશે. સામૂહિક રજાની વનવિભાગની કામગીરી પર કેટલી અસર પડી છે અને વન્યજીવોની સુરક્ષા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : Mehsana Alleged Illegal Tree : મહેસાણાના ઉમરેચા ગામે કથિત ગેરકાયદે વૃક્ષછેદનથી ખળભળાટ, વનવિભાગ અને વહીવટી તંત્રને સ્થાનિકોએ કરી લેખિત ફરિયાદ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે