Get News Alerts

Never miss breaking news updates.

NASA : અવકાશમાં ખુલી રહી છે એક નવી આંખ, Nancy Grace Roman Space Telescope બ્રહ્માંડના રહસ્યોની શોધ માટે તૈયાર

NASA : માનવજાતની બ્રહ્માંડને સમજવાની જિજ્ઞાસામાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 30 Aug 2026 01:45 PM IST
NASA : અવકાશમાં ખુલી રહી છે એક નવી આંખ, Nancy Grace Roman Space Telescope બ્રહ્માંડના રહસ્યોની શોધ માટે તૈયારNASA : અવકાશમાં ખુલી રહી છે એક નવી આંખ, Nancy Grace Roman Space Telescope બ્રહ્માંડના રહસ્યોની શોધ માટે તૈયાર

NASA

NASA નું Nancy Grace Roman Space Telescope બ્રહ્માંડના અનેક રહસ્યોની શોધ માટે પોતાની ઐતિહાસિક અવકાશયાત્રા શરૂ કરવા તૈયાર છે. આ મિશન દ્વારા વૈજ્ઞાનિકોને ડાર્ક એનર્જી, ડાર્ક મેટર અને આપણા સૂર્યમંડળની બહારના ગ્રહો એટલે કે Exoplanets અંગે વધુ ઊંડો અભ્યાસ કરવાની તક મળશે.

Exoplanetsની નવી દુનિયાની શોધ

Roman Space Telescopeનું પ્રક્ષેપણ ફ્લોરિડાના Kennedy Space Center ખાતે આવેલા ઐતિહાસિક Launch Complex 39A પરથી નિર્ધારિત છે. આ એ જ સ્થળ છે જ્યાંથી Apollo 11 જેવી ઐતિહાસિક ચંદ્રયાત્રા શરૂ થઈ હતી. હવે આ જ સ્થળેથી માનવજાતની નજર બ્રહ્માંડના વધુ દૂરના અને રહસ્યમય વિસ્તારો તરફ જવાની છે. Roman Telescopeની સૌથી મોટી વિશેષતાઓમાંની એક તેની વિશાળ દૃશ્યક્ષમતા છે.

Hubble Space Telescope જેવી ઉચ્ચ ગુણવત્તાની તસવીરો મેળવવાની ક્ષમતા સાથે Roman આકાશના ઘણાં વિશાળ વિસ્તારનું સર્વેક્ષણ કરી શકશે. પરિણામે વૈજ્ઞાનિકોને અબજો આકાશગંગાઓ અને બ્રહ્માંડની વિશાળ રચનાનો અભ્યાસ કરવાની નવી તક મળશે.

NASAનું Roman Telescope તૈયાર

આ મિશનનો એક મહત્વપૂર્ણ હેતુ Dark Energy એટલે કે ડાર્ક એનર્જીને સમજવાનો છે. બ્રહ્માંડનું વિસ્તરણ સતત ઝડપી બની રહ્યું છે અને તેની પાછળ રહેલી રહસ્યમય શક્તિ અંગે હજુ પણ અનેક પ્રશ્નો છે. Romanના વિશાળ સર્વેક્ષણો આ રહસ્યને સમજવામાં મહત્વપૂર્ણ માહિતી આપી શકે છે.

સાથે જ Dark Matter એટલે કે ડાર્ક મેટરનો પણ અભ્યાસ કરવામાં આવશે. તેને સીધી રીતે જોઈ શકાતું નથી, પરંતુ તેના ગુરુત્વાકર્ષણની અસર બ્રહ્માંડની રચના પર જોવા મળે છે. વૈજ્ઞાનિકો Romanના ડેટા દ્વારા ડાર્ક મેટરની વહેંચણી અને બ્રહ્માંડના વિકાસમાં તેની ભૂમિકાને વધુ સારી રીતે સમજવાની આશા રાખે છે.

અબજો ગેલેક્સી પર રહેશે નજર

Roman Telescope Exoplanetsની શોધમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આપણા સૂર્યમંડળની બહાર આવેલા આ દૂરના ગ્રહોના અભ્યાસથી ગ્રહોની રચના અને વિકાસ અંગે નવી માહિતી મળી શકે છે. સાથે જ એક મોટો વૈજ્ઞાનિક પ્રશ્ન પણ વધુ નજીકથી તપાસી શકાશે, શું બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય જીવન માટે યોગ્ય પરિસ્થિતિ ધરાવતું કોઈ વિશ્વ છે? આ મિશન માત્ર ટેક્નોલોજી અને વિજ્ઞાનની સિદ્ધિ નથી, પરંતુ આવતી પેઢીના વિદ્યાર્થીઓ અને યુવા વૈજ્ઞાનિકો માટે પ્રેરણાનું પ્રતીક પણ છે. બ્રહ્માંડ અનંત છે અને તેને સમજવાની માનવજાતની જિજ્ઞાસા પણ અનંત છે. Roman Telescopeની નવી નજર કદાચ એવા રહસ્યો ઉજાગર કરશે, જે આજે પણ આપણી કલ્પનાની બહાર છે.

  • Story Courtesy - Dr.Narottam Sahoo - Scientist

આ પણ વાંચો : Surat માં 5 વર્ષ પહેલાં બનેલો બ્રિજ તોડી પાડવાની નોબત, ભ્રષ્ટાચારની આશંકા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.