Gandhidham : રૂપિયા 2.11 કરોડના ચેક રિટર્ન કેસમાં કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો, બે આરોપીઓને એક વર્ષની કેદ, 4.22 કરોડનો દંડ


Gandhidham
Gandhidham : રૂપિયા 2.11 કરોડના ચેક રિટર્ન કેસમાં કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો, બે આરોપીઓને એક વર્ષની કેદ, 4.22 કરોડનો દંડ


Gandhidham
Gandhidham : રૂપિયા 2.11 કરોડના ચેક રિટર્ન કેસમાં ગાંધીધામની કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે બે આરોપી પાર્થ કાનજીભાઈ ભાડજા અને નાગજીભાઈ નાથુભાઈ ભાડજાને દોષિત ઠેરવીને પ્રત્યેકને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત બંને આરોપીઓને રૂપિયા 4.22 કરોડનો સંયુક્ત દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ દોષિત
આ કેસમાં ફરિયાદી ભવનેશ દિનુભાઈ પંડ્યા દ્વારા ચેક રિટર્ન મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સંભળાવ્યો હતો. ફરિયાદી પક્ષ તરફથી સિંઘલ એસોસીએટ વતી એડવોકેટ આર.કે.સિંઘલ અને તેમની ટીમ દ્વારા ધારદાર દલીલો કરાઈ હતી. ગાંધીધામની કોર્ટે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ સજાપાત્ર ગુના માટે ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની કલમ 255(2) હેઠળ બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.
દંડ નહીં ભરે તો વધુ છ મહિનાની કેદ
કોર્ટના ચુકાદા મુજબ, બંને આરોપીઓને એક-એક વર્ષની સાદી કેદની સજા સાથે રૂપિયા 4,22,00,000નો સંયુક્ત દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપીઓ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો તેમને વધુ છ મહિનાની સાદી કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દંડની રકમ ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 357(1)(b) મુજબ ફરિયાદી ભવનેશ દિનુભાઈ પંડ્યાને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જામીન રદ કરવાનો પણ આદેશ
ચુકાદામાં બંને આરોપીઓના જામીન, જો કોઈ હોય તો રદ કરવાનો આદેશ પણ સામેલ છે. સાથે જ કોર્ટની કચેરીને ચુકાદાની નકલ આરોપીઓને તાત્કાલિક પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે. આ ચુકાદાને પગલે ચેક રિટર્નના ગંભીર નાણાકીય વિવાદમાં કાયદાકીય કાર્યવાહીનું મહત્ત્વ ફરી એકવાર સામે આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad News: નરોડામાં પોર્ટર એપથી MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, એરબડ્સના પેકિંગમાં છુપાવ્યું હતું ડ્રગ્સ





