Get News Alerts

Never miss breaking news updates.

Dahod: ભથવાડા ટોલ નજીક શાકભાજીની આડમાં દારુનો જથ્થો લઈ જવાતો ઝડપાયો, રૂપિયા 4,59,120નો મુદ્દામાલ જપ્ત

Dahod: દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ભથવાડા ટોલનાકા નજીક શાકભાજીની આડમાં દારૂનો જથ્થો લઈ જતી મધ્યપ્રદેશ નંબરની પીકઅપ વાનને પીપલોદ પોલીસે ઝડપી પાડી છે.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 07:38 PM IST
Dahod: ભથવાડા ટોલ નજીક શાકભાજીની આડમાં દારુનો જથ્થો લઈ જવાતો ઝડપાયો, રૂપિયા 4,59,120નો મુદ્દામાલ જપ્તDahod: ભથવાડા ટોલ નજીક શાકભાજીની આડમાં દારુનો જથ્થો લઈ જવાતો ઝડપાયો, રૂપિયા 4,59,120નો મુદ્દામાલ જપ્ત

Dahod

Dahod: દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ભથવાડા ટોલનાકા નજીક શાકભાજીની આડમાં દારૂનો જથ્થો લઈ જતી મધ્યપ્રદેશ નંબરની પીકઅપ વાનને પીપલોદ પોલીસે ઝડપી પાડી છે. વાહનમાંથી વિદેશી દારૂની કુલ 110 પેટી મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 4,59,120 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વાહનચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ટોલનાકા નજીક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું

મળતી માહિતી મુજબ, પીપલોદ પોલીસ દ્વારા ભથવાડા ટોલનાકા નજીક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન દાહોદ તરફથી શાકભાજી ભરીને આવતી મધ્યપ્રદેશ પાસિંગની પીકઅપ વાન નંબર MP11G2554 શંકાસ્પદ જણાતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. વાહનની તપાસ દરમિયાન શાકભાજીની આડમાં છુપાવીને લઈ જવાતો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં દારૂની કુલ 110 પેટી જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા 4,59,120 આંકવામાં આવી છે. શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

દારૂના જથ્થા સાથે પીકઅપ વાનને પણ કબજે લેવામાં આવી

આ મામલે પોલીસે વાહનચાલક કૃષ્ણા અજનારને ઝડપી પાડ્યો છે. દારૂના જથ્થા સાથે પીકઅપ વાનને પણ કબજે લેવામાં આવી છે. પોલીસે ચાલક સહિત અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસની વાહન ચેકિંગની કામગીરી દરમિયાન થયેલી આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે પરિવહન સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો: Surat News: રૂપિયા 40 લાખના બોસ સ્કેમમાં હરિયાણાથી આરોપી ઝડપાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.