Dahod Mobile Shop Theft: દાહોદમાં તસ્કરોનો આતંક! મહિલાઓના ગાઉન પહેરી મોબાઈલની દુકાનમાં ચોરી, CCTVમાં કેદ થયા શખ્સો


Dahod Mobile Shop Theft News
Dahod Mobile Shop Theft: દાહોદમાં તસ્કરોનો આતંક! મહિલાઓના ગાઉન પહેરી મોબાઈલની દુકાનમાં ચોરી, CCTVમાં કેદ થયા શખ્સો


Dahod Mobile Shop Theft News
Dahod Mobile Shop Theft: દાહોદ શહેરમાં દિવાળી પહેલા ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આંબેડકર ચોક નજીક આવેલી મોબાઈલ સ્ટુડિયોની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. રાત્રિના અંધકારમાં ફોરવ્હીલ ગાડીમાં આવેલા ચાર જેટલા શખ્સોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અલગ-અલગ કંપનીના અનેક મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો
મળતી માહિતી અનુસાર, તસ્કરોએ ચોરીને અંજામ આપવા માટે અનોખી તરકીબ અપનાવી હતી. ચોરી કરવા આવેલા શખ્સો મહિલાઓના ગાઉન પહેરીને આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે દુકાનની આસપાસ કોઈની અવરજવર ન હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાં રાખેલા અલગ-અલગ કંપનીના અનેક મોબાઈલ ફોન ચોરી કરીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં ફોરવ્હીલ ગાડીમાં આવેલા શખ્સો અને તેમની ચોરી કરવાની રીત જોવા મળી રહી છે. મહિલાઓના ગાઉન પહેરીને આવેલા તસ્કરોની આ મોડસ ઓપરેન્ડીને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક દુકાન પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
દિવાળી પહેલા વેપારીઓમાં ફફડાટ
પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવા તેમજ તેમની શોધખોળ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તહેવારોની ખરીદીના માહોલ વચ્ચે મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીને પગલે સ્થાનિક વેપારીઓમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ તસ્કરોને ઝડપી પાડવામાં કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું.





