Get News Alerts

Never miss breaking news updates.

Arvalli ના મેઘરજમાં મેઘતાંડવ, છેલ્લા બે કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

Arvalli જિલ્લાના મેઘરજમાં વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 18 Sep 2026 11:19 AM IST
Arvalli ના મેઘરજમાં મેઘતાંડવ, છેલ્લા બે કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિArvalli ના મેઘરજમાં મેઘતાંડવ, છેલ્લા બે કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

Arvalli Rain

Arvalli : માત્ર બે કલાકમાં આશરે 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી મેઘરજમાં કાળા વાદળો સાથે વરસાદ શરૂ થયો હતો. પવનના સુસવાટા વચ્ચે પડેલા ધોધમાર વરસાદે થોડા જ સમયમાં શહેરના રસ્તાઓને પાણીથી ભરપૂર કરી દીધા હતા. ખાસ કરીને આંબાવાડી અને ગાયત્રી સોસાયટી તરફ જતા માર્ગો નદી જેવા બની ગયા હતા.

રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્થળોએ રસ્તા અને આસપાસના વિસ્તારો વચ્ચેનો તફાવત પણ પાણી ભરાવાને કારણે સ્પષ્ટ દેખાતો નહોતો. ભારે વરસાદના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી હતી.

મેઘરજમાં સોસાયટીમાં પાણી ભરાયા

મેઘરજની મદની સોસાયટીમાં વરસાદી પાણી મકાનોમાં ઘૂસી ગયાની માહિતી સામે આવી છે. ઘરોમાં પાણી પ્રવેશતાં સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘરવખરી અને રોજિંદા જીવનની વસ્તુઓને નુકસાન થવાની પણ ચિંતા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ભારે વરસાદ બાદ સૌથી મોટી સમસ્યા વરસાદી પાણીના નિકાલની સામે આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે ભારે વરસાદ દરમિયાન પાણીના ઝડપી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે દર વખતે આવા સંજોગો ઊભા થાય છે.

પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માગ કરવામાં આવી છે.

રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા

મેઘરજમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયું છે. વરસાદનું પ્રમાણ વધે તો નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી વધુ વધી શકે તેવી સ્થિતિ છે. સ્થાનિક રહેવાસીઓએ સંબંધિત તંત્ર સમક્ષ વરસાદી પાણીના યોગ્ય અને ઝડપી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે વરસાદ પહેલાં ડ્રેનેજ લાઇનોની સફાઈ અને પાણીના નિકાલની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થઈ શકે છે. હાલ મેઘરજમાં ભારે વરસાદ બાદ વરસાદી માહોલ યથાવત છે. બે કલાકમાં 3 ઈંચ જેટલા વરસાદે શહેરને પાણી-પાણી કરી દીધું છે, ત્યારે આગામી સમયમાં વરસાદનું જોર ઘટે છે કે વધુ વધે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Kheda માં મેઘરાજાની મહેર, વહેલી સવારથી નડિયાદ સહિત જિલ્લામાં વરસાદ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે