Amreli News: ચલાલાને મળશે રૂપિયા 6 કરોડના ખર્ચે અતિ આધુનિક ST બસ સ્ટેન્ડની ભેટ, જાહેર પરિવહન વ્યવસ્થાને મળશે વેગ

Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શહેર માટે વિકાસના સમાચાર સામે આવ્યા છે. ચલાલા શહેરમાં અંદાજે રૂપિયા 6 કરોડના ખર્ચે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી. બસ સ્ટેન્ડનું નવનિર્માણ કરાશે.
Kunjan ShuklaUpdated on: 24 Oct 2026 05:44 PM IST
Amreli News: ચલાલાને મળશે રૂપિયા 6 કરોડના ખર્ચે અતિ આધુનિક ST બસ સ્ટેન્ડની ભેટ, જાહેર પરિવહન વ્યવસ્થાને મળશે વેગAmreli News: ચલાલાને મળશે રૂપિયા 6 કરોડના ખર્ચે અતિ આધુનિક ST બસ સ્ટેન્ડની ભેટ, જાહેર પરિવહન વ્યવસ્થાને મળશે વેગ

Amreli News

Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શહેર માટે વિકાસના સમાચાર સામે આવ્યા છે. ચલાલા શહેરમાં અંદાજે રૂપિયા 6 કરોડના ખર્ચે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી. બસ સ્ટેન્ડનું નવનિર્માણ કરવામાં આવશે. ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયાના પ્રયત્નોથી આ મહત્વપૂર્ણ વિકાસકાર્ય આગળ વધ્યું છે. નવા બસ સ્ટેન્ડના નિર્માણથી ચલાલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વધુ સુવિધાસભર જાહેર પરિવહનનો લાભ મળશે.

આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન

મળતી માહિતી મુજબ, ચલાલા શહેરના એસ.ટી. ડેપો અને બસ સ્ટેન્ડને આધુનિક બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અંદાજે રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. નવા બસ સ્ટેન્ડથી મુસાફરોને વધુ સારી સુવિધા મળશે અને જાહેર પરિવહન વ્યવસ્થાને પણ વેગ મળશે.

આસપાસના વિસ્તારોમાં વિકાસની નવી આશા જાગી

આ પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હવે ગણતરીના દિવસોમાં નવા બસ સ્ટેન્ડના ભવ્ય ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવશે. આ સમાચારથી ચલાલા શહેર અને આસપાસના વિસ્તારોમાં વિકાસની નવી આશા જાગી છે. ઉલ્લેખનીય છે કે, ચલાલા પંથકમાં સરકારી પ્રાથમિક શાળાઓને આધુનિક બનાવવાની કામગીરી બાદ હવે એસ.ટી. ડેપોના નવનિર્માણની દિશામાં પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ વિકાસકાર્યથી સ્થાનિક સ્તરે માળખાગત સુવિધાઓમાં વધારો થવાની અપેક્ષા છે.

ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળાના જણાવ્યા અનુસાર, નવા આધુનિક એસ.ટી. બસ સ્ટેશનનો લાભ માત્ર ચલાલા શહેરના લોકોને જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને પણ મળશે. મુસાફરોને વધુ સારી સુવિધા સાથે અવરજવર કરવામાં સરળતા રહેશે. રૂપિયા 6 કરોડના ખર્ચે થનારા આ વિકાસકાર્યને લઈને સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાતમુહૂર્ત અને ત્યારબાદ બાંધકામની કામગીરી ક્યારે શરૂ થાય છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: Junagadh News: સોની વેપારીને છરી બતાવી રૂપિયા 3.43 લાખના સોનાના દાગીનાની લૂંટ, બે આરોપી ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.