Get News Alerts

Never miss breaking news updates.

Amreli: ધારીના ગીગાસણ ગામે કૂવામાં ખાબક્યો 15 ફૂટનો મહાકાય અજગર, 2 કલાકના રેસ્ક્યૂ બાદ સુરક્ષિત મુક્ત કરાયો

Amreli: ધારી તાલુકાના ગીગાસણ ગામે 15 ફૂટનો મહાકાય અજગર કૂવામાં ખાબકતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. કૂવામાં અજગરને જોઈ ખેડૂતે સેવાભાવીને જાણ કરી હતી.
Kunjan ShuklaUpdated on: 19 Oct 2026 03:33 PM IST
Amreli: ધારીના ગીગાસણ ગામે કૂવામાં ખાબક્યો 15 ફૂટનો મહાકાય અજગર, 2 કલાકના રેસ્ક્યૂ બાદ સુરક્ષિત મુક્ત કરાયોAmreli: ધારીના ગીગાસણ ગામે કૂવામાં ખાબક્યો 15 ફૂટનો મહાકાય અજગર, 2 કલાકના રેસ્ક્યૂ બાદ સુરક્ષિત મુક્ત કરાયો

Amreli

Amreli: ધારી તાલુકાના ગીગાસણ ગામે 15 ફૂટનો મહાકાય અજગર કૂવામાં ખાબકતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. કૂવામાં અજગરને જોઈ ખેડૂતે સેવાભાવીને જાણ કરી હતી. ત્યારબાદ અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ક્રેનની મદદથી આશરે બે કલાકની ભારે જહેમત બાદ અજગરને સફળતાપૂર્વક કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ક્રેનની મદદથી હાથ ધરાયું રેસ્ક્યૂ ઓપરેશન

મળતી માહિતી મુજબ, ધારી તાલુકાના ગીગાસણ ગામમાં એક ખેડૂતના ધ્યાનમાં કૂવામાં મહાકાય અજગર ખાબક્યો હોવાની ઘટના આવી હતી. કૂવામાં અજગરને જોઈ ખેડૂતે તાત્કાલિક સેવાભાવીને જાણ કરી હતી. ત્યારબાદ અજગરને કોઈ નુકસાન પહોંચ્યા વિના બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અજગર કૂવામાં ઊંડે હોવાથી તેને બહાર કાઢવો પડકારજનક હતો. આથી રેસ્ક્યૂ કામગીરી માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. સેવાભાવી રમેશ કાતરીયા ક્રેનની મદદથી કૂવામાં ઉતર્યા હતા અને સાવચેતીપૂર્વક અજગરને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યૂ દરમિયાન અજગરને કોઈ ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. આશરે બે કલાક સુધી ચાલેલી જહેમત બાદ 15 ફૂટના મહાકાય અજગરને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

અજગરને કુદરતના ખોળે મુક્ત કરાયો

કૂવામાંથી બહાર કાઢ્યા બાદ મહાકાય અજગરને સુરક્ષિત રીતે કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સેવાભાવી રમેશ કાતરીયાની કામગીરીની સરાહના થઈ રહી છે. આ ઘટનાથી ફરી એકવાર વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા અને તેમની સુરક્ષાનું મહત્વ સામે આવ્યું છે. સમયસર જાણ અને યોગ્ય તકેદારીને કારણે મહાકાય અજગરને કોઈ નુકસાન વિના નવજીવન મળ્યું હતું.

આ પણ વાંચો: Jamnagar: તહેવારો વચ્ચે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ, ફાફડા-જલેબી અને ફરસાણની 23 પેઢીઓની તપાસ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.