Ahmedabad News: ઓઢવની નટરાજ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારીએ ફટકારી નોટિસ, નિયમ મુજબ કાર્યવાહી કરવાની આપી ચીમકી

Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ હાઈસ્કૂલને શિક્ષકોને મળવાપાત્ર લાભ સંબંધિત દરખાસ્તો રજૂ કરવામાં વિલંબ બદલ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 27 Oct 2026 02:21 PM IST
Ahmedabad News: ઓઢવની નટરાજ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારીએ ફટકારી નોટિસ, નિયમ મુજબ કાર્યવાહી કરવાની આપી ચીમકીAhmedabad News: ઓઢવની નટરાજ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારીએ ફટકારી નોટિસ, નિયમ મુજબ કાર્યવાહી કરવાની આપી ચીમકી

Ahmedabad News

Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ હાઈસ્કૂલને શિક્ષકોને મળવાપાત્ર લાભ સંબંધિત દરખાસ્તો રજૂ કરવામાં વિલંબ બદલ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. શાળાના કેટલાક કર્મચારીઓ પાંચ વર્ષની સેવા પૂર્ણ કરી ચૂક્યા હોવા છતાં તેમના પૂરા પગારની ફાઈલો રજૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત અન્ય પાંચ કર્મચારીઓની ઉપાધો દરખાસ્ત પણ રજૂ ન થઈ હોવાની બાબત સામે આવી છે. આ અંગે શિક્ષણ વિભાગે ગંભીર નોંધ લઈને સંબંધિત શાળાઓને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

જરૂરી દસ્તાવેજો અને દરખાસ્તો રજૂ કરવી આવશ્યક

મળતી માહિતી મુજબ, શિક્ષકોને નિયમ મુજબ મળવાપાત્ર લાભો સમયસર મળે તે માટે જરૂરી દસ્તાવેજો અને દરખાસ્તો રજૂ કરવી આવશ્યક છે. જોકે, ઓઢવની નટરાજ હાઈસ્કૂલ સહિત સંબંધિત શાળાઓ દ્વારા જરૂરી દરખાસ્તો રજૂ કરવામાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે. પાંચ વર્ષની સેવા પૂર્ણ કરનારા કેટલાક કર્મચારીઓની પૂરા પગારની ફાઈલો હજી સુધી રજૂ કરવામાં આવી નથી. બીજી તરફ, અન્ય પાંચ કર્મચારીઓની ઉપાધો દરખાસ્ત પણ શિક્ષણ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવી નથી.

વિલંબ બદલ જિલ્લા શિક્ષણાધિકારીએ ગંભીર નોંધ લીધી

આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ગંભીરતા દાખવી શાળાને નોટિસ પાઠવી છે. સાથે જ, બાકી રહેલી તમામ દરખાસ્તો તાત્કાલિક રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. શિક્ષકોને મળવાપાત્ર લાભોમાં વિલંબ થવાથી સંબંધિત કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, ત્યારે વિભાગ દ્વારા આ બાબતે સમયસર કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી દરખાસ્તો રજૂ કરવામાં નહીં આવે તો નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હવે નટરાજ હાઈસ્કૂલ અને સંબંધિત શાળાઓ દ્વારા બાકી દસ્તાવેજો ક્યારે રજૂ કરવામાં આવે છે અને શિક્ષકોને મળવાપાત્ર લાભોની પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થાય છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Vadodaraમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે ડોગ બિસ્કિટ ફેક્ટરીનો પર્દાફાશ, લાઇસન્સ રદ થયા બાદ પણ ચાલતી હતી કામગીરી!

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.