Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Crime Breaking News : શહેરના સીમાડાએથી 25 કરોડના ડ્રગ્સ પાછળ ક્રાઇમબ્રાન્ચનું સ્પેશ્યલ ઓપરેશન, વાંચો ડિટેઇલ સ્ટોરી

Gujarat Crime Breaking News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 4 કિલો 531 ગ્રામ 220 મિલિગ્રામ હેરોઈન અને 2 કિલો 497 ગ્રામ 870 મિલિગ્રામ મેફેડ્રોનનો સમાવેશ થાય છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 22 Oct 2026 02:22 PM IST
Gujarat Crime Breaking News : શહેરના સીમાડાએથી 25 કરોડના ડ્રગ્સ પાછળ ક્રાઇમબ્રાન્ચનું સ્પેશ્યલ ઓપરેશન, વાંચો ડિટેઇલ સ્ટોરીGujarat Crime Breaking News : શહેરના સીમાડાએથી 25 કરોડના ડ્રગ્સ પાછળ ક્રાઇમબ્રાન્ચનું સ્પેશ્યલ ઓપરેશન, વાંચો ડિટેઇલ સ્ટોરી

Crime Branch Bust Major Interstate Drug Network

Gujarat Crime Breaking News : ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી સામે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ₹25.71 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદના બરોડા એક્સપ્રેસ હાઈવે પર રામોલ ટોલનાકા પાસેથી ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી હેરોઈન અને મેફેડ્રોન (MD) સહિતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 4 કિલો 531 ગ્રામ 220 મિલિગ્રામ હેરોઈન અને 2 કિલો 497 ગ્રામ 870 મિલિગ્રામ મેફેડ્રોનનો સમાવેશ થાય છે. આ બંને માદક પદાર્થોની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે ₹25,65,35,440 હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત, આરોપીઓ પાસેથી છ મોબાઈલ ફોન, ₹83,900 રોકડા, એક ડાયરી, ચાવી, RC બુક અને મહિન્દ્રા XUV કાર પણ કબજે કરવામાં આવી છે. પોલીસ મુજબ, જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹25,71,99,340 થાય છે.

સંયુક્ત કાર્યવાહીથી ત્રણ આરોપીઓ ઝડપાયા

પોલીસના જણાવ્યા અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા દોઢ વર્ષથી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા શખ્સોને શોધી રહી હતી. 21 ઓક્ટોબર, 2026ના રોજ મળેલી બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે સંકલન કરીને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ રામોલ ટોલનાકા નજીકથી દિલ્હી અને ઉત્તર પ્રદેશ સાથે સંબંધ ધરાવતા ત્રણ શખ્સો કફીલઅહેમદ ઉર્ફે જાવેદ અન્સારી, તિફલે નૌખેઝ અને મોહમંદ ઇમરાન ઉર્ફે રાજાને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ હેરોઈન અને મેફેડ્રોનનો જથ્થો ઇન્સ્ટન્ટ ડ્રિન્ક તથા કિસમિસનાં પેકેટોમાં પેક કરીને મહિન્દ્રા XUV કારમાં છુપાવ્યો હોવાની વિગતો આપી હતી. આ જથ્થો રાજકોટમાં રહેતા અસલમ નામના વ્યક્તિને પહોંચાડવા માટે અમદાવાદ આવ્યા હોવાનો પણ પોલીસનો દાવો છે.

આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કનેક્શનની તપાસ

તપાસમાં મેફેડ્રોનનો જથ્થો રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ભવાની મંડી ખાતે રહેતા એક વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાની અને હેરોઈનનો જથ્થો અફઘાનિસ્તાનના કંધહાર સાથે જોડાયેલા વ્યક્તિ મારફતે મંગાવાયો હોવાની વિગતો સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણેય આરોપીઓના અગાઉના કેસો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

પૂછપરછમાં સામે આવેલી વિગતોના આધારે ડ્રગ્સનો જથ્થો ભારતમાં કેવી રીતે પહોંચ્યો, તેને કોણે સપ્લાય કર્યો અને ગુજરાતમાં તેને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપરાંત દિલ્હી અને અન્ય રાજ્યોમાં ડ્રગ્સનું નેટવર્ક કાર્યરત છે કે કેમ તથા આ કેસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. હાલ પોલીસ દ્વારા વધુ કડીઓ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat SMC Police : અમદાવાદમાં SMCનું ધડાકાભેર ઓપરેશન, શાહીબાગમાં પોલીસ ટીમ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરનાર કુખ્યાત બુટલેગર મેપો ઠાકોર પર ફાયરિંગ કર્યુ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે