Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad: શાહીબાગમાં દારૂના કથિત કટિંગ મામલે SMCનું ફાયરિંગ, શખ્સો ગાડી લઈને ફરાર

Ahmedabad: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં દારૂના કથિત કટિંગની બાતમીના આધારે કાર્યવાહી કરવા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 22 Oct 2026 04:49 PM IST
Ahmedabad: શાહીબાગમાં દારૂના કથિત કટિંગ મામલે SMCનું ફાયરિંગ, શખ્સો ગાડી લઈને ફરારAhmedabad: શાહીબાગમાં દારૂના કથિત કટિંગ મામલે SMCનું ફાયરિંગ, શખ્સો ગાડી લઈને ફરાર

Ahmedabad

Ahmedabad: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં દારૂના કથિત કટિંગની બાતમીના આધારે કાર્યવાહી કરવા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, ખંડુભાઈ હોલ પાસે દારૂના કટિંગની બાતમી મળતાં SMCની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન કેટલાક શખ્સોએ પોલીસકર્મીઓને ગાડીથી અડફેટે લેવાનો પ્રયાસ કરતાં એક અધિકારીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી છે.

પોલીસકર્મીઓને ગાડીથી અડફેટે લેવાનો પ્રયાસ

મળતી પ્રાથમિક માહિતી મુજબ, SMCની ટીમ દારૂના ગેરકાયદે કટિંગની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા માટે પહોંચી હતી. તે સમયે ત્યાં હાજર શખ્સોએ પોલીસની કાર્યવાહીને ટાળવા ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓને ગાડીથી અડફેટે લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અધિકારી દ્વારા એક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

સમગ્ર મામલે મેપો ઠાકોરનું નામ પણ સામે આવ્યું

ફાયરિંગની ઘટના બાદ શખ્સો ગાડી લઈને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ SMCની ટીમે ફરાર શખ્સોનો પીછો કર્યો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, પીછો એરપોર્ટ તરફ કરવામાં આવ્યો હતો અને ઈન્દિરા બ્રિજ નજીક પણ ફાયરિંગની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર મામલે મેપો ઠાકોરનું નામ પણ સામે આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે, ઘટનામાં તેની ચોક્કસ ભૂમિકા સહિતની વિગતો સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર શખ્સોને ઝડપી પાડવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ઘટનામાં કેટલા લોકો સામેલ હતા, ફાયરિંગ કયા સંજોગોમાં થયું અને દારૂના કથિત કટિંગ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા શું છે તે સહિતના મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાની સત્તાવાર વિગતો સામે આવ્યા બાદ વધુ હકીકતો સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Kutch News: પૂર્વ કચ્છ SOGની મોટી કાર્યવાહી, વર્ષામેડી નજીકથી 1.963 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.